તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્નેત્તર સંબંધ:વાડજમાં ત્રણ બાળકોને છોડીને પિતા બીજી મહિલા પાસે રહેવા જતો રહ્યો, પત્નીએ ફરિયાદ નોંધાવી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન બાદ દીકરીના જન્મ બાદ સાસરીયા મેણાટોણા મારતા પતિ સાથે પત્ની અલગ રહેતી હતી

શહેરના વાડજ વિસ્તારમાં રહેતા ત્રણ બાળકોના પિતાને અન્ય સ્ત્રી સાથે પ્રેમ થયાનો બનાવ સામે આવ્યો છે. તે પોતાના પરિવારને છોડીને અન્ય સ્ત્રી સાથે રહેવા જતો રહ્યો છે. ત્રણ બાળકો સાથે જેમ તેમ જીવન નિર્વાહ કરતી પત્નીને પતિની હકીકતની જાણ થતાં તેણે આખરે પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો હતો. પોલીસે પતિ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દીકરીના જન્મ બાદ બાદ નિશા પતિ સાથે સાસરિયાથી અલગ રહેતી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, નિશા (નામ બદલ્યું છે)ના લગ્ન રોહિત ( નામ બદલ્યું છે ) સાથે થયા હતા. લગ્ન બાદ નિશાએ એક દીકરીનો જન્મ આપ્યો હતો, જેથી પરિવારના અન્ય સભ્યો તેનાથી નારાજ હતા અને દીકરીના જન્મના કારણે સતત સાસરિયા મેણાટોણા મારતા હતા. જેથી તેઓ અલગ રહેવા લાગ્યા હતા. દરમિયાન સમયાંતરે બીજા બે બાળકોનો જન્મ થયો હતો.

પતિ પરિવારનો ખર્ચ ઉઠાવતો ન હતો અને ઘરે પણ આવતો ન હતો
ત્રણ બાળકોનો પિતા બન્યો હોવા છતાં રોહિત તેની પત્ની અને બાળકોને ઘર ખર્ચ માટે રૂપિયા આપતો ન હતો. એટલું જ નહીં તે ઘરે પણ આવતો ન હતો. જૅથી નિશા જ્યારે રોહિતને ઘરે ન આવવાનું કારણ પૂછે ત્યારે તેને તે માર મારતો હતો. આ દરમિયાન નિશાને જાણ થઈ કે રોહિત તેના સિવાય કોઈ બીજી સ્ત્રી સાથે રહેતો હતો. જૅથી આ અંગે નિશાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...