તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટલેગર સાથે પોલીસની ગોઠવણ:અમદાવાદના દારૂના કેસમાં રેડ પાડવા ગયેલી પોલીસે સાઠ ગાંઠ કરી બુટલેગર છોડી મૂક્યો, PSI સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરાઈવાડીમાં દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે 3 પોલીસકર્મીઓ રેડ પાડવા ગયા હતા.
  • PSI સહિતના 3 પોલીસકર્મીએ બુટલેગરની ધરપકડ કરવાની બદલે તેની સાથે સાઠ ગાંઠ કરી લીધી.

અમદાવાદમાં ફરી એક વખત પોલીસ અને બૂટલેગરની સાઠ ગાંઠ સામે આવી છે. અમરાઈવાડી વિસ્તારમાં દારૂ વેચાતો હોવાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી પણ રેડ કરવાની જગ્યાએ બૂટલેગર સાથે ગોઠવણ કરીને કેસ કર્યો ન હતો. જે વાતમાં એક પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ સામેલ હતા. આ વાતની તપાસ કરતા સમગ્ર બાબત સામે આવી હતી. ત્યાર બાદ ડીસીપીએ તમામને સસ્પેન્ડ કરી દીધા હતા.

રેડ પાડવા ગયેલી પોલીસે બુટલેગર સાથે ગોઠવણ કરી લીધી
અમદાવાદ અમરાઇવાડી વિસ્તારમાં આવેલી ચાચાનગરની ચાલી વિમલ નગર પાસે દારૂનો જથ્થો હોવાની જાણ થતાં પીએસઆઈ સી.પી રાવ, કોન્સ્ટેબલ સજ્જનસિંઘ અને વિમલકુમાર ત્યાં પહોંચ્યાં હતા. જ્યાં પહોંચતા બાદ ગુનેગારો સામે કેસ કરવાના બદલે પોલીસે મદદ કરીને બૂટલેગર સાથે સાઠ ગાંઠ કરી હતી. આ અંગે ડીસીપી ઝોન 5 એ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હાલ આ કેસમાં ઇન્કવાયરી ચાલુ છે અને તમામ પોલીસ કર્મીઓ સામે પ્રાથમિક પુરાવા મળ્યા છે. આ સમગ્ર મામલે ડીસીપી ઝોન 5 અચલ ત્યાગીએ ત્રણેય પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે.

અમરાઈવાડી પોલીસ સ્ટેશનની તસવીર
અમરાઈવાડી પોલીસ સ્ટેશનની તસવીર

અમદાવાદમાં દારૂ વેચાતા વીડિયો થયા હતા વાઈરલ
નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહિનામાં અલગ અલગ વિસ્તરમાં દારૂ-જુગારની જગ્યાના વીડિયો વાયરલ થયાં હતા. જેમાં માધુપુરા, દરિયાપુર, વટવા અને વટવા જીઆઈડીસીની આસપાસનો વીડિયો વાયરલ થયા હતા. આ વીડિયોમાં દારૂ વેંચતા અને પીતા લોકો દેખાયા હતા. આ વીડિયો વાયરલ થતા હવે ઉચ્ચ પોલીસ અધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. બીજી તરફ ગુનેગારો સાથે જો કોઈ પોલીસકર્મીનું કનેકશન કે સબંધ નીકળશે તો તેની સામે પણ અલગ કાર્યવાહી કરવામાં આવશે, તેમ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું.

પોલીસની કામગીરી સામે ઊભા થયા હતા સવાલ
અમદાવાદના વટવા-વટવા જીઆઈડીસી વિસ્તારમાં એક ફેક્ટરીના પાછળના ભાગમાં દારૂ વેચાતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સાથે પોલીસ સામે આક્ષેપ કરતું લખાણ પણ હતું. આ સમગ્ર વીડિયો વાયરલ થતા પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. વીડિયોમાં લોકો ટોળે વળીને દારૂ પીતા પણ જોવા મળે છે. આ પહેલા દરિયાપુર વિસ્તારમાં પણ રાતના સમયે દેશી દારૂના વેચાણનો વીડિયો વાઈરલ થયો હતો. આમ કર્ફ્યૂ તથા દારૂબંધીના કડક નિયમ વચ્ચે પણ આ રીતે લોકોના જાહેરમાં વીડિયો વાઈરલ થતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો