તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમન એમ્પાવરમેન્ટ:20 વર્ષમાં 200 મહિલાને મહેંદી શીખવી પગભર કરી

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાલુપુરનાં મહિલા નાઝનિન આરબ વુમન એમ્પાવરમેન્ટનું જીવતું જાગતું ઉદાહરણ : 10 હજાર મહિલાનાં હાથ મહેંદીથી રંગ્યા

શિક્ષણ માત્ર 10 પાસ. આજે 200 છોકરીઓને રોજગારી આપે છે. કાલુપુરનાં નાઝનિન આરબ આજે તેમનાં સમાજનું ગૌરવ છે. જેમણે પોતાના પરિવારને જ આગળ ન વધારતાં બીજી છોકરીઓને પણ આગળ વધારી છે. છઠ્ઠા ધોરણથી મહેંદી મૂકવાનો તેમનો આ શોખ આજે પ્રોફેશનલ કામમાં પરિણમ્યો છે. એટલુ જ નહીં તેઓ બીજી છોકરીઓને પણ મહેંદી મૂકતાં શીખવાડે છે અને આત્માનિર્ભર થાય તે માટે પ્રયાસ કરે છે. છેલ્લા 20 વર્ષમાં નાઝનિન અને તેમનાં ગ્રુપે 10 હજાર દુલ્હનને મહેંદી મૂકી છે. ધર્મના ભેદભાવ વિના તેઓ આ કામ કરી રહ્યાં છે.

મારી સાથે જોડાયેલી તમામ મહિલા પગભર છે
હું જ્યારે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી મહેંદીની ડિઝાઈન ચિતરતી. પછી તો ધીમે ધીમે પરિવારમાં હું જ મહેંદી મૂકી આપતી. અમારા ધર્મમાં બૂરખાનો રિવાજ તેમજ બહાર ન નીકળાય તેમ છતાં મને પરિવાર તરફથી મારી આર્ટ આગળ વધારવા માટે પ્રોત્સાહન મળ્યું અને મારા આ કામમાં બીજી મહિલાઓને પણ જોડી. આજે સહેજેય 200 મહિલાઓ અમદાવાદમાં મહેંદી મૂકવાનું કામ કરે છે અને પગભર થઈ છે. મારા આ અનુભવ પરથી કહું તો કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. બસ આપણે સમય જોયા વિના કામ કરતાં રહીએ તો સફળતા મળે જ છે. -નાઝનિન આરબ, મહેંદી આર્ટિસ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો