પેડલરનો પુત્ર ડ્રગ્સ વેચવા નીકળ્યો:પિતા સાથે ડ્રગ્સની હેરાફેરી શીખ્યો અને પોતે પણ ડ્રગ એડિક્ટ થયો, એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરતા પેડલરોને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડ્રગ્સ વેચતા પિતાને જોઈને દીકરો ડ્રગ્સનો બંધાણી થયો અને પોતે પણ ડ્રગ્સ વેચી ડિલિવરી કરતો થઈ ગયો હતો. આ સમગ્ર મામલે હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આરોપીને પકડવામાં આવ્યો છે અને તેની પાસેથી ડ્રગ્સ પણ કબ્જે કરવમાં આવ્યું છે.

સારંગપુર પાણીની ટાંકી પાસે ડ્રગ્સ વેચતા ઝડપાયો
SOG ક્રાઈમ દ્વારા પકડાયેલા આરોપીનું નામ અબ્દુલ વાઝીદ શેખ છે. ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ વેચવાના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સારંગપુર પાણીની ટાંકી પાસે આરોપી અબ્દુલ વાઝીદ એમડી ડ્રગ્સ વેચવા માટે આવી રહ્યો છે. તેના આધારે SOG ક્રાઈમે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 32 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

આરોપી બાળપણથી જ ડ્રગ્સ સાથે જોડાયેલો
આરોપી અબ્દુલ વાઝીદ શેખ બાળપણથી જ ડ્રગ્સ સાથે જોડાયેલો છે કારણ કે આરોપીનો પિતા અબ્દુલ વાહિદ મોટો ડ્રગ્સ પેડલર હતો. પિતાની ડ્રગ્સની હેરાફેરીના કારણે આરોપી વાઝીદ ડ્રગ્સ એડિક્ટ થયો હતો અને તેના પિતાની સાથે ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો. આરોપી અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયેલો છે. છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સના વ્યસનની સાથે સાથે તે ડ્રગ્સ પેડલર તરીકે પણ કામ કરતો હતો.

શાહઆલમના ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સ લાવ્યો
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી શાહઆલમમાં રહેતા રાશિદ નામના ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો. હાલમાં SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ પેડલર રાશિદને પકડવા માટે જુદી જુદી ટીમો થકી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...