મૂલ્યાંકન કસોટીનાં 4 પેપર લીક:પરીક્ષાના 24 કલાક પહેલાં જવાબ સાથે લીક કરાયાં; ધોરણ 6, 7, 8ની એકમ કસોટીનાં પેપર સોશિયલ મીડિયા પર ફરતાં થયાં

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયામાં પેપરો ફરતા થયા - Divya Bhaskar
સોશિયલ મીડિયામાં પેપરો ફરતા થયા

પ્રાથમિક સ્કૂલોમાં 18 ફેબ્રુઆરીએ લેવાનારી સામૂહિક મૂલ્યાંકન કસોટી અને એકમ કસોટીના પ્રશ્ન પેપર 24 કલાક પહેલાં જ જવાબો સાથે સોશિયલ મીડિયામાં લીક થતાં સરકારી સ્કૂલોના શિક્ષકો-વાલીઓમાં રોષ ફેલાયો છે. છેલ્લા ઘણા સમયથી એકમ કસોટી અને સામૂહિક મૂલ્યાંકન કસોટીના પેપર લીક થઈ રહ્યાં છે. શુ્ક્રવારે ફરી ધો. 6, 7, 8ની એકમ કસોટીના પેપર લીક થયાં હતાં.

પેપરનો જવાબ સાથે વીડિયો લીક થયો
18 ફેબ્રુઆરીએ ધોરણ 6, 7, 8ની એકમ કસોટી પહેલાં પેપરનો જવાબો સાથેનો વીડિયો લીક થયો હતો. એક શિક્ષકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, એકમ કસોટીના પેપર લીક થવાની જાણ શિક્ષણ વિભાગને છે છતાં પણ વિભાગ કોઈ પગલાં લેતું નથી.

પેપર સાચવવાની જવાબદારી DPOની છેઃ નિયામક
જીસીઈઆરટીના નિયામક ટી.એસ જોષીએ કહ્યું કે, જીસીઈઆરટી પેપર કાઢે છે. ત્યાર બાદ આ પેપર જે તે જિલ્લાના ડીપીઓને મોકલાય છે. આથી પેપરને સાચવવાની જવાબદારી ડીપીઓની છે. પેપર લીક થયાનું ધ્યાને આવ્યું છે અમે આ મુદ્દે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવીશું.

અન્ય સમાચારો પણ છે...