ગુજરાતમાં બે તબક્કામાં યોજાનાર ચૂંટણીના પગલે હવે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરાયો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા જેટ, ટર્બોક્રોપ સહિતના 9 ચાર્ટર્ડ એરક્રાફ્ટ, છ ટ્વિન એન્જિન અગસ્તા હેલિકોપ્ટર અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી સ્પેશિયલ મગાવી 25 દિવસ માટે એડવાન્સમાં બુક કર્યા છે.
એક મહિનાના હવાઈ પ્રચાર માટે રૂ 100 કરોડનો ધુમાડો કરશે
વિવિધ રાજકીય પાર્ટીઓએ જેટ વિમાન પ્રતિ કલાકના 2 થી ચાર લાખ, ટર્બો ક્રોપ એન્જિનવાળા વિમાનના 1.40 લાખ તેમજ ટવીન એન્જિન ધરાવતા હેલિકોપ્ટરના 3 થી 3.75 લાખ પ્રતિ કલાકના ધોરણે બુક કર્યા છે. જે પૈકી એક લકઝુરિયસ અગસ્તા હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઇ ગયું છે. આમ એક મહિનાના હવાઈ પ્રચાર માટે રૂ 100 કરોડનો ધુમાડો કરશે. ઇલેક્શનમાં વિવિધ પાર્ટીઓ દ્વારા એડવાન્સ બુક કરેલા ચાર્ટર્ડ વિમાનોની અછત સર્જાશેઆ સમય દરમિયાન અન્ય કોઇ વ્યક્તિ કે પાર્ટીને ચાર્ટર્ડ વિમાનની જરૂરીયાત ઉભી થશે તો પ્રતિ કલાકે 25 થી 50 હજાર ભાડુ્ં વધુ ચુકવવા તૈયાર રહેવું પડશે.
આ વખતે ભાજપે પ્રચાર માટે સૌથી 4 હેલિકોપ્ટર અને 3 ચાર્ટર્ડ બુક કર્યા
ગત ચૂંટણીમાં ભાજપે બે હેલિકોપ્ટર અને બે ચાર્ટર્ડ બુક કર્યા હતા આ વખતે ભાજપે પ્રચાર માટે સૌથી 4 હેલિકોપ્ટર અને 3 ચાર્ટર્ડ બુક કર્યા છે અમદાવાદમાં કેટલીક ચાર્ટર્ડ કંપનીઓ પાસે ઓપન કોન્ટ્રાક્ટ કર્યો છે. આજે દિલ્હીથી એક હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યુ છે. કોંગ્રેસે પણ એક હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાન બુક કર્યુ છે, આપ પાર્ટી ગુજરાતમાં દિલ્હીથી ચાર્ટર્ડ લઇને આવે છે.
એરક્રાફ્ટ-હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખાયું નથી
આ પાર્ટી દ્વારા એરપોર્ટ પર અગાઉથી કોઇ એરક્રાફ્ટ-હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખાયું નથી. આમ ચૂંટણીનો માહોલ જામતો જશે તેમ જરૂરીયાત ઉભી થશે તો વધુ ચાર્ટર્ડ વિમાન કે વધુ હેલિકોપ્ટર પણ બુક કરવામાં આવશે. આ ઉપરાંત ચાર્ટર્ડ ભાડે આપતી કંપનીઓ તેમજ બુકિંગ કરતી એજન્સીઓએ અલગથી 18 ટકા જીએસટી, એરપોર્ટ ચાર્જ, એટીસી બિલ અલગથી ચૂકવવાનો રહેશે. કેપ્ટનને રહેવા માટે લક્ઝુરિયસ હોટલ એકોમોડેશન, જમવા સહિતનો ખર્ચ આપવાનો રહેશે.
કઇ પાર્ટીના કેટલા હેલિકોપ્ટર બુક
ભાજપ
મોડેલ | કેટલા દિવસ |
AW 139 | 25 દિવસ |
AW 109 | 25 દિવસ |
VT-OXF | ઓપન બુકિંગ |
MD-900 | 25 દિવસ |
અન્ય બે હેલિકોપ્ટર પણ બુક |
કોંગ્રેસAW 139 25 દિવસ
ઇલેક્શન દરમિયાન ચાર્ટર્ડ ફલાઇટોના પ્રતિ કલાક ભાડામાં વધારો થયો
એરક્રાફ્ટ | સામાન્ય દિવસોમાં | ચૂંટણી સમયે |
B2-100 | 1.30 લાખ | 1.50 લાખ |
સાઇટેશન | 1.75 | 2 લાખ |
હોવકર | 2.25- 2.50 | 2.50- 2.75 |
ફાલ્કન | 3.5 | 4 લાખ |
કઇ પાર્ટીના કેટલા એરક્રાફ્ટ બુક
ભાજપ દ્વારા કયા એરક્રાફ્ટ બુક
પ્રકાર | કેટલા સીટર | બુકિંગ |
C-90 | 6 સીટર | 25 દિવસ |
સાઇટેશન-2 | 5 સીટર | 25 દિવસ |
B2-100 | સાત સીટર | 25 દિવસ |
CJ-2 | 6 સીટર | ઓપન બુકિંગ |
કોંગ્રેસ પાર્ટી
સેસના જેટ 9 સીટર 25 દિવસ, આમ આદમી પક્ષહોવકર ગમે તે દિવસે
એરપોર્ટ પર એક ફ્લાઈટના હેન્ડલિંગ પાછળ 30 હજારનો ખર્ચ
એક ફ્લાઈટ હેન્ડલિંગ પાછળ રૂ. 30 હજારનો ખર્ચ થશે જેમાં જીએ ટર્મિનલ વન ટાઈમ ચાર્જ , લાઉન્જ ઉપયોગ ટેક્સ સહિત વિવિધ ખર્ચનો સમાવેશ થાય છે. આ બિઝનેસ પણ લાખોને આંબવાનો અંદાજ છે. ભાજપે સૌથી વધુ 4 હેલિકોપ્ટર અને 3 ચાર્ટડ પ્લેન બુક કર્યા જે ગત ચૂંટણી કરતા બમણા છે. કોંગ્રેસે 1 પ્લેન અને 1 હેલિકોપ્ટર બુક કર્યું. આપના નેતાઓ દિલ્હીથી ચાર્ટડ પ્લેન લઈને આવે છે. શનિવારે 1 પ્લેન, 1 હેલિકોપ્ટર આવી ગયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.