દેશભરમાં 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદમાં પણ લોકો સોસાયટીમાં અને શેરીઓમાં ધ્વજવંદન કરીને આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે. અમદાવાદમાં મુસ્લિમ સમાજ આજે જમાલપુર દરવાજાથી લઈને જુમ્મા મસ્જિદ સુધી વિરાટ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમામ ધર્મના 100થી વધુ લોકો રેલીમાં જોડાયા
આજના સ્વતંત્રતા દિવસે તમામ ધર્મ સાથે રહે અને રાષ્ટ્રીય એકતા જળવાઈ તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હિન્દૂ-મુસ્લિમ એમ તમામ ધર્મના લોકોએ ભેગા મળીને ધ્વજ લહેરાયા હતા. આજે 75મો સ્વતંત્રતા દિવસ હોવાથી આ લોકો દ્વારા આ રેલીમાં 75 ફૂટ લાંબો રાષ્ટ્ધ્વજ લઈને 100થી વધુ લોકો ભારત માતા કી જયના નારા સાથે પદયાત્રા કરીને જુમ્મા મસ્જિદ સુધી રેલી યોજી હતી. રેલીમાં વૃદ્ધ, યુવાન અને નાનાં બાળકો પણ જોવા મળ્યા હતાં. જમાલપુર દરવાજાથી જગન્નાથજી મંદિર થઈને જુમ્મા મસ્જિદ સુધી રેલી યોજાઈ હતી.
રાષ્ટ્રીય એકતા મજબૂત કરતી રેલી
મુસ્લિમ સમાજના આગેવાન રઉફ શેખ બંગાળીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજે 75મો સ્વતંત્રતા દિવસ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે અમે તમામ સમાજના તમામ લોકો સાથેને વર્ષોથી હળીમળીને રહીએ છીએ. આજે આ આઝાદી દિવસની ઉજવણી સાથે અમે રાષ્ટ્રીય એકતા મજબૂત થાય અને લોકો હળી મળીને રહે તે માટે વિરાટ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે 75મો સ્વતંત્રતા દિવસ હોવાથી અમે 75 ફૂટ લાંબો રાષ્ટ્ધ્વજ લઈને જમાલપુર દરવાજા થી જુમ્મા મસ્જિદ સુધી રેલી યોજી છે. અમે પદયાત્રા કરીને ભારત માતા કી જય ના નારા સાથે આ રેલી યોજી રહ્યા છીએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.