• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Leaders Including Kejriwal And Bhagwant Mann Will Hold Road Shows And Public Meetings In Saurashtra And South Gujarat For Five Days From Today.

AAPનો ઝંઝાવતી પ્રચાર:કેજરીવાલ અને ભગવંત માન સહિતના નેતાઓ પાંચ દિવસ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રોડ શો-જાહેર સભા કરશે

અમદાવાદ11 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હવે ઝંઝાવતી પ્રચાર શરૂ થયો છે. રાજકીય પક્ષોના નેતાઓ હવે ગુજરાતમાં રોડ શો અને જાહેરસભાઓ સંબોધી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ પણ આજથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને રાઘવ ચઢ્ઢા આજથી 25 નવેમ્બર સુધી અલગ અલગ જગ્યાએ જાહેરસભા અને રોડ શો યોજશે.

આજે કેજરીવાલ હાલોલમાં રોડ શો કરશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20, 21, 22 નવેમ્બર સુધી ગુજરાતમાં પ્રચાર કરશે. આજે 20 નવેમ્બરના રોજ હાલોલ ખાતે સાંજે 4 વાગ્યે રોડ શો કરશે. 21મી નવેમ્બરે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે રોડ શો કરશે. 22 નવેમ્બરે બપોરે 2 વાગ્યે ખંભાળિયા ખાતે જાહેર સભાને સંબોધશે અને સાંજે 5વાગ્યે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે ત્યારબાદ રાત્રે 9 વાગ્યે સુરતમાં જાહેરસભાને સંબોધશે.

સંજયસિંહનો વરાછા, ઓલપોડમાં રોડ શો; કરજણ, કતારગામમાં સભા
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ આજે 20 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે ઓલપાડ રોડ શો કરશે. સાંજે 4 વાગ્યે વરાછા રોડ ખાતે રોડ શો કરશે. રાત્રે 8 વાગ્યે કરજણ જનસભાને સંબોધિત કરશે. રાત્રે 9 વાગ્યે કતારગામ જનસભાને સંબોધિત કરશે. 21 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે જલાલપોર જનસભામાં ભાગ લેશે. સાંજે 7 વાગ્યે મજુરામાં, રાત્રે 8 વાગ્યે ચોર્યાસીમાં અને રાત્રે 9 વાગ્યે ઉધના જનસભાને સંબોધિત કરશે.

ભગવંત માન કેજરીવાલ કરતાં પણ વધુ સમય પ્રચાર કરશે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલથી 5 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 21, 22, 23, 24 ,25 નવેમ્બર સુધી તેઓ પ્રચાર કરશે. 21 નવેમ્બર સવારે 11 વાગ્યે ઉમરગામમાં રોડ શો કરશે. બપોરે 3 વાગ્યે કપરડા ખાતે રોડ શો કરશે. સાંજે 5 વાગ્યે ધરમપુરમાં રોડ શો કરશે અને સાંજે 6:00 વાગ્યે વાંસદામાં રોડ શો કરશે. 22 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે ડાંગમાં રોડ શો કરશે. સાંજે 4:30 વાગ્યે નવસારી રોડ, સાંજે 6 વાગ્યે ઉધના રોડ ખાતે રોડ શો કરશે. 23 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે નિઝર રોડ, બપોરે 1:00 વાગ્યે વ્યારામાં, બપોરે 3:00 વાગ્યે માંડવી રોડ, સાંજે 5 વાગ્યે ઝઘડિયા રોડ રોડ શો કરશે. 24 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે કરજણ રોડ, બપોરે 2 વાગ્યે નાંદોદ રોડ, બપોરે 3:30 સંખેડા રોડ, સાંજે 5:30 જેતપુર છોટા ઉદેપુરમાં રોડ શો કરશે. 25 નવેમ્બર સવારે 11 વાગ્યે માંગરોળ બારડોલીમાં, બપોરે 3 વાગ્યે બારડોલીમાં અને સાંજે 6 વાગ્યે ઓલપાડમાં રોડ શો કરશે.

રાઘવ ચઢ્ઢા પણ આવતીકાલથી રોડ શો અને સભા કરશે
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પણ 21, 22, 23, 24 નવેમ્બરના રોજ 5 રોડ શો અને 3 જનસભાને સંબોધિત કરશે. 21 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે ધાંગધ્રામાં રોડ શો કરશે. રાત્રે 7 વાગ્યે ચોટીલામાં જનસભાને સંબોધિત કરશે. 22 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે કાંકરેજમાં જનસભાને સંબોધિત કરશે. રાત્રે 8 વાગ્યે પાટણમાં જનસભાને સંબોધિત કરશે. 23 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે મોડાસામાં રોડ શો કરશે. સાંજે 5 વાગ્યે પ્રાંતિજ રોડ શો કરશે. 24 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે બાલાસિનોરમાં, સાંજે 5 વાગ્યે ઠાસરામાં રોડ શો કરશે.

અન્ય સમાચારો પણ છે...