તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનાણીની માંગ:અંગત સચિવની નિમણૂંક માટે વિરોધ પક્ષના નેતા ધાનાણીનો CMને પત્ર, નિવૃત્તિ બાદ પણ વર્ષોથી ફરજ બજાવતા 12 ટોચના અધિકારીઓની યાદી આપી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મારી કચેરીમાં અંગત સચિવની મંજૂર મહેકમ મુજબની જગ્યા ભરવા માટે જરૂરી મંજૂરી આપવાની પ્રક્રિયાને ચાર માસ થઈ ગયાઃ ધાનાણી - Divya Bhaskar
મારી કચેરીમાં અંગત સચિવની મંજૂર મહેકમ મુજબની જગ્યા ભરવા માટે જરૂરી મંજૂરી આપવાની પ્રક્રિયાને ચાર માસ થઈ ગયાઃ ધાનાણી
  • ખાલી પડેલી અંગત સચિવની જગ્યા પર એચ.જે.પારેખની નિમણૂંક માટે વહેલીતકે મંજૂરી આપવા માંગ
  • 62 વર્ષના બદલે 79 વર્ષ સુધી પહોંચેલા અધિકારીઓને નિમણૂંકો આપવામાં આવે છે

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના અંગત સચિવની ખાલી પડેલી જગ્યા પર મંજૂર મહેકમની જગ્યા ભરવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં સામાન્ય વહીવટ વિભાગના 7-7-2016ના પરીપત્રનું ઉલ્લંઘન કરીને 62 વર્ષના બદલે 79 વર્ષ સુધી પહોંચેલા અધિકારીઓને નિમણૂંકો આપવા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. આ પત્ર સાથે નિવૃત્તિ બાદ વર્ષોથી ફરજ બજાવતા અધિકારીઓની યાદી આપી છે. જેમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે.કૈલાશનાથનથી લઈને મુખ્યમંત્રી સલાહકાર બી.એન.નવલાવાલાનો સમાવેશ થાય છે.

માનીતા અધિકારીઓની નિમણૂંકની ફાઈલો અઠવાડીયા કરતા ઓછા સમયમાં ક્લિયર કરાય છેઃ ધાનાણી
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ધાનાણીએ લખ્યું કે, મારી કચેરીમાં અંગત સચિવની મંજૂર મહેકમ મુજબની જગ્યા ભરવા માટે જરૂરી મંજૂરી આપવાની પ્રક્રિયાને ચાર માસ થઈ ગયા છે. આ બાબતે તમારી સાથે ટેલિફોન પર અને પત્રથી વિનંતિ કરી હોવાછતાં સરકાર અને વિભાગોએ પ્રક્રિયા પુરી કરી નથી. આપને અગાઉ લખેલા પત્રમાં જણાવ્યું હતું તે મુજબ સરકારના વિભાગો અને મંત્રીઓ કે બંધારણીય સંસ્થાઓ તેમજ અન્ય સરકારના માનીતા અધિકારીઓની નિમણૂંકની ફાઈલો એક અઠવાડીયા કરતા ઓછા સમયમાં ક્લિયર કરવામાં આવે છે અને સામાન્ય વહીવટ વિભાગના 7-7-2016ના પરીપત્રનું ઉલ્લંઘન કરીને 62 વર્ષના બદલે 79 વર્ષ સુધી પહોંચેલા અધિકારીઓને નિમણૂંકો આપવામાં આવે છે. આપના મુખ્ય અગ્ર સચિવ તેમજ બંધારણીય સંસ્થાઓમાં પણ ફરજ બજાવતા અધિકારીઓ નિવૃત્ત થયા બાદ વર્ષોથી ફરજ બજાવે છે. તેના થોડા નામોની વિગતો આપના ધ્યાને મુકું છું. ઉપરાંત નિવૃત્તિ બાદ 1-2 વર્ષ કે 62 વર્ષ સુધીનાની યાદી તો બહુ લાંબી થાય તેમ છે.

ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી
ધાનાણીએ પત્રના અંતે લખ્યું કે, મારા મહેકમ પર ખાલી પડેલી અંગત સચિવની જગ્યા પર એચ.જે.પારેખની નિમણૂંક માટે વહેલીતકે મંજૂરી આપવાની માંગ સાથે નાછૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે આપ અને આપના મુખ્ય અગ્ર સચિવની ચેમ્બર બહાર ધરણા પર બેસવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...