તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • LD Engg Will Have 2 Buildings And 42 Laboratories At A Cost Of Rs 44 Crore, 70 Per Cent Of Energy In 2 Buildings Will Be From Solar Panels, Rainwater Harvesting.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમ્પસ:LD એન્જિ.માં 44 કરોડના ખર્ચે 2 ઇમારતો અને 42 લેબોરેટરી બનશે, 2 બિલ્ડીંગમાં ઉર્જાનો 70 ટકા ભાગ સોલાર પેનલથી, રેન વોટર હાર્વેસ્ટિંગ હશે

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવા બિલ્ડિંગોમાં 1850 વિદ્યાર્થીઓ બેસી શકશે, સ્માર્ટ ક્લાસરૂમ પણ હશે

એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં બે નવા બિલ્ડીંગો 44 કરોડના ખર્ચે આગામી બેથી વધુ વર્ષમાં કેમ્પસમાં જ બનાવવામાં આવશે. જેમાં કમ્પ્યુટર, આઈટીનું એક સેપ્રેટ બિલ્ડીંગ હશે તેમજ કેમિકલ એન્જિનિયરીંગ, રબર ટેકનોલોજી એન્ડ પ્લાસ્ટિક એન્જિનિયરીંગનું બીજું બિલ્ડીંગ બનશે. 2021માં બેથી ત્રણ મહિનામાં કામ શરૂ થવાની શક્યતા છે.

આ અંગે વધુમાં માહિતી આપતા પ્રિન્સિપાલ ડૉ. રાજુલ ગજ્જરે કહ્યું કે, ‘વિદ્યાર્થીઓની જરૂરીયાતને જોતા આ બે બિલ્ડીંગો બની રહ્યા છે. આગામી સમયમાં અન્ય બિલ્ડીંગો ડેવપલ થાય તે રીતે પણ પ્રયત્ન કરીશું. આ બિલ્ડીંગોમાં વિદ્યાર્થીઓને લગતી તમામ પ્રકારની સુવિધાઓ હશે.’ પ્રોફેસર ચૈતન્ય સંઘવીએ કહ્યું કે, ‘આ વર્ષે જ કામ શરૂ થશે લગભગ બે વર્ષના સમયગાળામાં આ બિલ્ડીંગો ઉભા કરાશે. 70 ટકા સોલાર પેનલથી ચાલશે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત આ બિલ્ડિંગ ભૂકંપ પ્રતિરોધક રહેશે. રેઈન વૉટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે.’

24 લેબોરેટરી, 2 કમ્પ્યુટર સેન્ટર બનશે, 650થી વધુ વિદ્યાર્થી બેસશે

 • ડીપાર્ટમેન્ટ : કેમિકલ એન્જિ. રબર ટેકનોલોજી અને પ્લાસ્ટિક એન્જિ.
 • ખર્ચ : 25 કરોડ
 • માળ : ગ્રાઉન્ડ તથા અન્ય 5 માળ
 • ક્યાં બનશે : પ્રિન્સિપાલ બંગ્લોઝની બાજુમાં
 • ક્યારે બનશે : બે વર્ષથી વધુ સમયમાં
 • શું હશે : એક ઓડીટોરીયમ, બે સેમિનાર હૉલ, સ્માર્ટ ક્લાસરૂમ, 24 લેબોરેટરી, ડીપાર્ટમેન્ટ લાયબ્રેરી, બે કમ્પ્યુટર સેન્ટર અન્ય ક્લાસરૂમ વગેરે.
 • સ્ટુડન્ટ : 650થી વધુ બેસશે

18 લેબોરેટરી, 4 કમ્પ્યુટર સેન્ટર બનશે, બિલ્ડિંગમાં 1,200 વિદ્યાર્થીઓ બેસશે

 • ડીપાર્ટમેન્ટ : કમ્પ્યુટર અને આઈટી ડીપાર્ટમેન્ટ
 • ખર્ચ : 19 કરોડ
 • માળ : ગ્રાઉન્ડ તથા 5 અન્ય માળ
 • ક્યાં બનશે : એનએક્સસીની બાજુમાં
 • ક્યારે બનશે : 2 વર્ષથી વધુ સમયમાં
 • શું હશે : બે સેમિનાર હૉલ, ક્લાસરૂમ્સ, સ્માર્ટક્લાસરૂમ્સ, 18 લેબોરેટરી, ડીપાર્ટમેન્ટલ લાયબ્રેરી અને 4 કમ્પ્યુટર સેન્ટર બનાવવામાં આવશે.
 • સ્ટુડન્ટસ : 1,200થી વધુ બેસશે

અત્યારના બિલ્ડિંગ 1948, 1980માં બન્યા છે
કમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી ડીપાર્ટમેન્ટ 1948ના સમયમાં બન્યા હતા. જ્યારે બાકીના ત્રણ ડીપાર્ટમેન્ટ કેમિકલ એન્જિનિરીંગ, રબર ટેકનોલોજી, પ્લાસ્ટિક એન્જિનિયરીંગ 1980 આસપાસ બનેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો