વિરોધ:HCના જજીસની બદલીના નિર્ણય સામે વકીલોએ સફેદ બેઝ લગાવી વિરોધ કર્યો

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રીમ કોલેજિયમની યાદીમાં હાઈકોર્ટના બંને જજના નામ ન હોવાનો ઉલ્લેખ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કરેઇલ અને જસ્ટિસ વિપુલ પંચોલીની પટણા હાઇકોર્ટમાં બદલીના નિર્ણય સામે હાઇકોર્ટના વકીલોએ સફેદ કલરનો બેઝ લગાવીને વિરોધ ચાલુ રાખ્યો છે. ગુરુવારે સવારે હાઇકોર્ટના બાર રૂમમાંંથી વકીલો એકત્ર થયા હતા. બ્લેક કોટ પર સફેદ બેઝ લગાવ્યો હતો. બેઝ લગાવીને તેમણે દર્શાવેલા વિરોધના પ્રત્યાઘાત મોડી સાંજે જોવા મળ્યા હતા.

મોડી સાંજે સુપ્રીમ કોલેજિયમે 3 રાજ્યોના 7 જજીસની બદલીની ભલામણની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ગુજરાતના બંને જજીસના નામનો સમાવેશ થયો નથી. જો કે ગુજરાત હાઇકોર્ટના જજીસની બદલીનો નિર્ણય પડતો મુક્યો છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...