તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ઘીકાંટા ખાતે ઇ-સ્ટેમ્પિંગ કેન્દ્રમાં લાંબી પ્રક્રિયાના કારણે વકીલો-પક્ષકારોને હાલાકી

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાર એસોસિએશન ગાંધીનગર સ્ટેમ્પ સુપરિન્ટેન્ડેન્ટને રજૂઆત કરાશે

ઘીકાંટા જૂના કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલા ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રમાં લાંબી પ્રક્રિયાને કારણે વકીલો અને પક્ષકારોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસો.ના ઉપપ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2019માં ઈ-સ્ટેમ્પિંગની સુવિધા શરૂ કરવામાં આવી હતી જે પાછળનો હેતુ લોકોને સરળતાથી સ્ટેમ્પ મળી શકે અને ભ્રષ્ટાચાર અટકે. ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રમાં વેન્ડર પાસે સ્ટેમ્પ નહીં મળતાં એફિડેવિટથી લઈને મોટા કાયદાકીય કામો માટેના સ્ટેમ્પ ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રમાંથી મેળવવા પડે છે. જ્યાં આધારકાર્ડ બતાવી ફોર્મ લેવું પડે છે. ફોર્મ ભર્યા બાદ અરજદારની નોંધણી કરાય છે.

લાંબી પ્રક્રિયા હોવાથી વકીલો અને પક્ષકારોને ઘણા સમય સુધી રાહ જોવી પડે છે. દરમિયાન જો સર્વર ખરાબ થાય તો સ્ટેમ્પની વહેંચણી બંધ થઈ જાય છે. આ અંગે બાર એસો. ગાંધીનગર સ્ટેમ્પ સુપરિન્ટેન્ડેન્ટને રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો