ફરિયાદ:ગ્રામ્ય કોર્ટમાં લિફટ નજીક ઊભા રહેવા મુદ્દે વકીલે કલાર્કને ફટકાર્યો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શાહપુરમાં વકીલ સામે પોલીસ ફરિયાદ

મિરઝાપુર ખાતે આવેલી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં બપોરના સમયે ગ્રાઉન્ડ ફલોરની લિફ્ટ આગળ ઉભા રહેવા બાબતે થયેલા ઝઘડામાં વકીલે કલાર્કને બીભત્સ ગાળો બોલી મૂઢ માર મારી જાનથી નાખવાની ધમકી આપી હતી. આ ઝઘડા અંગે કલાર્કે પ્રિન્સિપાલ જજ સમક્ષ લેખિતમાં અરજી આપતા તેમના હુકમથી કલાર્કે એડવોકેટ વૈભવ સેવક વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શાહીબાગમાં રહેતા પારસ આદેસરા મિરઝાપુર ખાતે આવેલ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા કોર્ટની રેકર્ડ બ્રાન્ચમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. 9 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 વાગે પારસભાઇ લિફ્ટ આગળ રાહ જોઇને ઉભા હતાં. એ વખતે પાછળથી વકીલ વૈભવ સેવકે ઝઘડો કરી માર મારી ધમકી આપી હતી. આ અંગે પ્રિન્સિપાલ જજ પાસે જઇને લેખિતમાં અરજી આપી હતી. પ્રિન્સિપાલ જજના હુકમથી પારસભાઇએ એડવોકેટ વૈભવ સેવક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...