પુત્રવધુની ફરીયાદ:અમદાવાદમાં પુત્રના મૃત્યુ બાદ પુત્રવધુની બોગસ સહીથી સસરાએ બેંકમાંથી 14 લાખ રૂપિયા ઉપાડી ઠગાઈ આચરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રામોલ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રામોલ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • સસરાએ 4.65 લાખ પૈસા ટ્રાન્સફર કર્યા અને રૂ.10 લાખ ઉપાડી લીધા
  • રામોલ પોલીસે પુત્રવધુની ફરીયાદના આધારે સસરાના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો

અમદાવાદમાં પતિના મૃત્યુ બાદ વીમા ક્લેઈમના આવેલા 4.5 લાખ રૂપિયા સસરાએ પુત્રવધૂની બોગસ સહીથી ઉપાડી લીધા હતા અને રૂ.10 લાખ રોકડા ઉપાડી લીધા હતા. આવા આક્ષેપો કરતી ફરિયાદ પુત્રવધુએ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આમ દીકરાના મોત બાદ પુત્રવધુ સાથે ઠગાઈ આચરતા સસરાના વિરુદ્ધમાં વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધાયો હતો.

પતિનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું
શહેરના રામોલ વિસ્તારમાં ભાવનાબહેન ચૌહાણ દીકરી સાથે રહે છે. તેમના લગ્ન 2001માં પ્રિયંકભાઇ સાથે થયા હતા. 14 ઓક્ટોબર 2020ના રોજ પતિનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યારે સસરા કનૈયાલાલ તેમના દીકરાને તેમની વિરુદ્ધ ભડકાવી પોતાની તરફ કરી લીધો હતો. જેથી દીકરો ઉપરના માળે જ્યારે પ્રિયંકાબહેન દીકરી સાથે નીચેના રૂમમાં રહે છે.

14 લાખથી વધુ રૂપિયા વીમાના બેંકમાં જમા થયા હતા
પતિના મૃત્યુ બાદ સસરા અને કુટુંબીજનોએ બાળકોની પાસબુક, ચેક બુક, આધારકાર્ડ સહિતના દસ્તાવેજ બેંક તથા અન્ય કામ માટે લીધા હતા. જેથી પ્રિયંકાબહેને તમામ દસ્તાવેજ સસરા કનૈયાલાલને આપ્યા હતા. પતિ અને પ્રિયંકાબહેનનું બેંક ઓફ ઇન્ડિયા અને એસબીઆઇ બેંકમાં બચત ખાતુ ચાલતું હતું. જેથી તે ખાતામાં 9 નવે. 2020ના રોજ 4.75 લાખ એલઆઇસીના વીમા ક્લેઇમના જમા થયા હતા. જ્યારે એસબીઆઇ ખાતામાં 23 જાન્યુ. 2021ના રોજ 10 લાખ રૂપિયા અકસ્માત વીમાના જમા થયા હતા.

પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર થયું હોવાનું જાણવા મળ્યું હતું
બીજી તરફ વિધવા સહાય માટે પણ પ્રિયંકાબહેને ફોમ ભર્યું હતું. પરંતુ સમય ગયો છતા પૈસા જમા થયા ન હતા. જેથી જેઠ-જેઠાણીને આ અંગે પુચ્છા કરતા તેમણે બેંકમાં તપાસ કરવા કહ્યું હતું. જેથી બન્ને બેંક એકાઉન્ટમાં તપાસ કરતા તેમના પતિના વીમા ક્લેઇમના આવેલા પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ મામલે સસરાને પુચ્છા કરતા તેમણે કોઇ જ જવાબ આપ્યો ન હતો. આ સમયે ઝઘડો થતા પ્રિયંકા અને પુત્રીને ઘરમાંથી કાઢી મુક્યા હતા.

સસરાએ જ રૂપિયા લઈ લીધા હોવાનું સામે આવ્યું
પ્રિયંકાના ભાઇ-ભાભીની સમજાવટ બાદ તે પરત સાસરી રહેવા ગઇ હતી. બેંક ઓફ ઇન્ડિયામાં પ્રિયંકાએ તપાસ કરતા ક્લેઇમના 4.65 લાખ રૂપિયા સસરાના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. જે ચેકથી પૈસા ટ્રાન્સફર થયા હતા તે ચેક પ્રિયંકાનો હતો પરંતુ તેમાં તેની સહી ન હતી. બીજી તરફ 10 લાખ ક્લેઇમના પુત્રના ખાતામાં જમા થયા હતા. તે પણ સસરાએ ઉપાડી લીધા હતા. જેથી પ્રિયંકાએ આ મામલે સસરા કનૈયાલાલ સામે ઠગાઇ વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.