તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Law Student's PIL In Gujarat High Court Regarding Offline Examination Of Gujarat University, Notice To The University And Bar Council Of India

હાઈકોર્ટમાં અરજી:ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મુદ્દે લો સ્ટુડન્ટની હાઈકોર્ટમાં અરજી, યુનિવર્સિટી અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર- ગુજરાત હાઈકોર્ટ - Divya Bhaskar
ફાઈલ તસવીર- ગુજરાત હાઈકોર્ટ
  • પરીક્ષા રદ કરવા કે ઓનલાઈન પરીક્ષા લેવા માટે અરજીમાં રજૂઆત કરવામાં આવી
  • બંનેને 7 જૂન સુધી નોટિસનો જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો

ગુજરાત યુનિવર્સિટીની દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને વિકલ્પ સાથે યોજાઇ રહી છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં લૉનો અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે માત્ર ઓફલાઈન પરીક્ષાનો જ વિકલ્પ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો છે. જેને લઈને લૉનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવામાં આવે અથવા તો તેને ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે તે માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે ગુજરાત યુનિવર્સિટી અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ પાઠવીને 7 જૂન સુધી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

કોરોના મહામારીમાં પરીક્ષાને લઈને રજૂઆત કરાઈ
કોરોના મહામારીમાં ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે તો જેમાં લૉના વિદ્યાર્થીઓ તરફથી રજૂઆત કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે તો તેમાં સંક્રમણ ફેલાવાનો ભય છે. સાથે તેઓએ આ પરીક્ષા રદ થાય તે માટે પણ રજૂઆત કરી હતી. હાઇકોર્ટે આ બાબતે સુનાવણી હાથ ધરી જેમાં કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી છે. જેમાં તેઓ પરીક્ષા કેમ રદ ન કરી શકે તે અંગેનો ખુલાસો કરવા માટે જણાવ્યું છે.

પરીક્ષા આયોજન લઈને હાઈકોર્ટ સમક્ષ હાજર થવા કહ્યું
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષાના આયોજનની તમામ વિગતો લઈને હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જેમાં તેઓને 7 જૂન સુધીનો જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ પરીક્ષા 10 જૂને લેવામાં આવનારી છે. એટલે 7 જૂને હાઇકોર્ટમાં ગુજરાત યુનિવર્સિટી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જવાબ રજૂ કરે. ત્યારબાદ આ પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

ઓફલાઈન પરીક્ષા મુદ્દે NSUIએ પરીક્ષા નિયામકને આવેદન આપ્યું
ઓફલાઈન પરીક્ષા મુદ્દે NSUIએ પરીક્ષા નિયામકને આવેદન આપ્યું

ઓફ લાઈન પરીક્ષા ન યોજવા NSUIની માગ
યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામકને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં લોની પરીક્ષા ઓફલાઈન ના યોજવા માંગણી કરવામાં આવી છે. આગામી 10 જૂનથી લોની પરીક્ષા શરૂ થઇ રહી છે, જે માટે યુનિવર્સિટી દ્વારા તૈયારી ચાલી રહી છે પરંતુ હાલની સ્થિતિને જોતા ઓફલાઈન પરીક્ષા ના યોજવા યુથ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે અન્ય વિકલ્પની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

10 જૂને પરીક્ષાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે
કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ પરીક્ષા ઓનલાઇન શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા ગુજરાત યુનિવર્સિટીમાં લૉ વિભાગે આગામી 10 જૂનથી લૉ વિભાગની પરીક્ષા ઑફલાઈન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મોકૂફ રખાયેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં લૉ વિભાગની પરીક્ષા બાર કાઉન્સિલરના નિયમોનુસાર ઓફલાઈન પદ્ધતિથી શરૂ કરવામાં આવશે. જેમાં LLB સેમેસ્ટર 2, 4, 6, 5 વર્ષના ઇન્ટરગ્રેટડ લૉના સેમેસ્ટર 2 અને 10ની LLM, DTP, DLPની પરીક્ષા 10 જૂનથી શરૂ થશે. 5 વર્ષના ઇન્ટર ગ્રેટડ લૉ ની પરીક્ષા સેમેસ્ટર 4, 6, 8ની પરીક્ષા 24 જૂનથી શરૂ થશે.