તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાં:અમિત શાહે 'સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સીસ સેન્ટર'નો શુભારંભ કરાવ્યો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં ગૃહમંત્રીએ NFSUની મ� - Divya Bhaskar
ગાંધીનગરમાં ગૃહમંત્રીએ NFSUની મ�
  • રાજ્યના દરેક જિલ્લામાં ફોરેન્સીક વાન અને જિલ્લા FSL યુનિટ શરૂ કરવા પણ તૈયારી

આજે ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી શાહે 'સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સીસ સેન્ટર'નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે ઉમેર્યુ કે, ગુનેગારોની પૂછપરછ માટે હવે થર્ડ ડિગ્રીનો જમાનો ગયો, વૈજ્ઞાનિક ટેકનોલોજી અને સાયન્ટીફીક પુરાવાઓના આધારે ફોરેન્સીક એક્સપર્ટ્સની મદદથી સરળતાથી ગુનાઓની કબૂલાત અને તેને આનુષાંગિક પુરાવાઓ એકત્રિત કરવાનો જમાનો છે અને તે માટે જ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી તથા ફોરેન્સીક એક્સપર્ટની મદદથી ગુનેગારોને સજા આપવામાં વધુ સફળતા મળશે.

ડ્રગ્સની હેરાફેરી નિયંત્રણમાં લાવવી PMનું લક્ષ્ય
તેમણે ઉમેર્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની બીજીવાર ધરા સંભાળી ત્યારે જ દેશના યુવાનોને ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરવા માટે અને દેશમાં થતી ડ્રગ્સની હેરાફેરી પર સંપૂર્ણ નિયંત્રણ લાવવા એક વિશેષ રીસર્ચ બેઇઝ્ડ સાયન્ટીફીક સેન્ટરનું નિર્માણ કરવાનું લક્ષ્ય સેવ્યુ હતુ. ત્યારે જ PMએ ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કે જે હવે નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે તેની પસંદગી કરી હતી.

આજે માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ યુનિવર્સિટીએ હાઇટેક ટેકનોલોજીથી યુક્ત સાધનો સાથે સેન્ટર કાર્યરત કરી દીધુ છે. હવે દેશમાંથી પકડાતા તમામ પ્રકારના ડ્રગ્સ અને તેના ઉત્પાદનના સ્થળો ઉપરાંત તેની હેરાફેરી માટે વપરાતા રસ્તાઓનું વિગતવાર રીસર્ચ થઇ શકશે જે દેશના ભાવિને ડ્રગ્સ મુક્ત કરવા ખૂબ જ અસરકારક પૂરવાર થશે.

ગૃહમંત્રીએ સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સીસ સેન્ટર'નો શુભારંભ કરાવ્યો
ગૃહમંત્રીએ સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સીસ સેન્ટર'નો શુભારંભ કરાવ્યો

દેશના સાત રાજ્યોમાં NFSUની શાખા ખુલશે
કેન્દ્રીય ગૃહમંત્રીએ આગળ જણાવ્યું, વધતા જતા ફોરેન્સીક ક્ષેત્રના વ્યાપને ધ્યાને લઇને વિશ્વ કક્ષાની નંબર વન યુનિવર્સિટી NFSUની શાખા પોતાના રાજ્યોમાં શરૂ કરવા દેશના સાત જેટલા રાજ્યોએ રસ દાખવ્યો છે. ત્યારે આ યુનિવર્સિટી તમામ રાજ્યોમાં એક્સટેન્શન સેન્ટર શરૂ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણની તક પૂરી પાડશે જે દેશના યુવાનોને ફોરેન્સીક સાયન્સ ક્ષેત્રમાં એક્ષ્પર્ટ બનાવવા ઉપરાંત રોજગારી પણ પૂરી પાડશે.

ગૃહમંત્રી સાથે CM અને પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત
ગૃહમંત્રી સાથે CM અને પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત

6 વર્ષથી વધુની સજા ધરાવતા ગુનામાં FSL વિઝીટ ફરજિયાત કરવાનો ધ્યેય
તેમણે કહ્યું કે, અમે વર્ષો જૂની સી.આર.પી.સી., આઇ.પી.સીની કલમો તથા એડવાન્સ એક્ટની કલમોમાં પરિવર્તન કરવા માંગીએ છીએ. વર્તમાન પરિસ્થિતીના પડકારોને આધારે નવી કલમોનો ઉમેરો તથા જૂની કલમોમાં જરૂરી ફેરફારો કરવા અમારી સરકાર આગળ વધી રહી છે. 6 વર્ષથી વધુ સજા ધરાવતા કોઇપણ ગુનામાં FSL વિઝીટ ફરજીયાત કરવાનો અમારો ધ્યેય છે. દરેક જિલ્લામાં ફોરેન્સીક વાન અને જિલ્લા FSL યુનિટ શરૂ કરવા પણ તૈયારી છે.