તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Launch Of Train Side Vending Facility In Trains Without Pantry Car, Vendors Taking Orders While Traveling Will Provide Tea breakfast, Ready to eat Food

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:પેન્ટ્રીકાર વગરની ટ્રેનોમાં ટ્રેન સાઈડ વેન્ડિંગની સુવિધા શરૂ, મુસાફરી સમયે વેન્ડરો ઓર્ડર લઈ ચા-નાસ્તો, રેડી ટુ ઈડ ફૂડ આપશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બિરયાની, ઉપમા, પૌંઆ જેવા નાસ્તા મળી રહેશે

લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી સમયે પેસેન્જરોને હાઈજેનિક ચા-નાસ્તો તેમજ રેડી ટુ ઈડ ફૂડ મળી રહે તે માટે આઈઆરસીટીસીદ્વારા પેન્ટ્રીકાર વગરની ટ્રેનોમાં ટ્રેન સાઈડ વેન્ડિંગ(ટીએસવી)સુવિધા શરૂ કરાઈ છે. દરેક ટ્રેનમાં 8 વેન્ડરો પેસેન્જરોને ચા-નાસ્તો, કોલ્ડડ્રિંક, પાણીની સાથે રેડી ટુ ઈટ ફૂડ સપ્લાય કરશે.

હાલમાં અમદાવાદની લગભગ તમામ ટ્રેનોમાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.દરેક ટ્રેનમાં પેન્ટ્રી કોન્ટ્રાક્ટરના 8-8 કર્મચારીઓ(વેન્ડરો)ને મંજૂરી આપી છે. જેઓ ચા કોફી માટે પાણી ગરમ કરી આપવાની સાથે ડીપ ટી કે કોફીની સાથે કોલ્ડ્રિંક તેમજ પાણીની બોટલ ઉપલબ્ધ કરાવશે. પેકિંગવાળા નાસ્તા જેમાં ચવાણું, વેફર સહિત અન્ય પેક્ડ નાસ્તો તેમજ જમવામાં બિરયાની, ઉપમા, પૌઆ જેવા નાસ્તા રેડી હોય તેવા રેડી ટુ ઈટ ફૂડ સપ્લાયની મંજૂરી અપાઈ છે.

અનઓથોરાઈઝ્ડ વેન્ડરો પર અંકુશ આવશે
ટ્રેનમાં અનઓથોરાઈઝ્ડ વેન્ડરો ચા નાસ્તો કે અન્ય ખાદ્ય પદાર્થો ખુલ્લેઆમ વેચતા હોય છે. જેમાં ઘણીવાર તેઓ વાસી વસ્તુઓની સાથે જે તે વસ્તુની નિર્ધારિત કિંમત કરતાં વધુ કિંમત વસૂલ કરી પેસેંજરોને લૂંટતા હોય છે. આ સ્થિતિમાં આઈઆરસીટીસી દ્વારા ટ્રેન સાઈડ વેન્ડિંગ સુવિધા શરૂ કરાતાં ટ્રેનમાં ગેરકાયદે ચઢી જતા અનઓથોરાઈઝ્ડ વેન્ડરો પર અંકુશ આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો