તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સિંગરવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદે રાજ્યભરના વિવિધ જિલ્લા અને તાલુકા સ્તરે ડાયાલિસિસ કેન્દ્રને વેગવાન બનાવ્યો છે. રાજ્યસરકારના સહયોગથી કાર્યરત ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત ડાયાલિસીસનીં જરૂરિયાત ધરાવતા દર્દીઓને સરળતાથી સેવા ઉપલબ્ધ થઇ છે.

અમદાવાદ જિલ્લાના સિંગરવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ત્રણ ડાયાલિસીસ એચ.ડી. મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. અત્યાધુનિક સુવિધાઓ અને તકનીકથી સજ્જ આ મશીનોના કાર્યાન્વિત થવાથી ગ્રામ્ય સ્તરે ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈ.એસ.આર.ડી. દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ(જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે.સિંગરવા હોસ્પિટલમાં ડાયાલિસીસ મશીનો મૂકાવવાથી આજે ડાયાલિસીસ કેન્દ્રોની સંખ્યા ૫3 થઇ છે. જેમાં 500થી વધુ ડાયાલિસિસ મશીન સજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...