અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:​​​​​​​અમદાવાદમાં ધંધો કરવો હોય તો મને રૂ.2000 હપ્તો આપવો પડશે કહીને દુકાનદારને માર માર્યો

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નારોલમાં દહેજ માટે ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છી ત્યારે વેજલપુરમાં વધુ એક સામાજિક વ્યક્તિઓનો ત્રાસ સામે આવ્યો છે જેને ધંધો કરવા દુકાનદાર પાસેથી રૂ.2000 માંગ્યા હતા અને પૈસા ના આપતા દુકાનદારને મારમાર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલે દુકાનદારે તે વ્યક્તિ વિરુધમાં ફરિયાદ નોધાવી છે. વેજલપુરમાં કટલરીનો ધંધો કરતા વેપારી કાસમ મિર્ઝાએ ફરિયાદ નોધાવી છે કે તેમની દુકાનની બાજુમાં તેમના મિત્ર ચિકનનો વેપાર કરે છે.જુહાપુરામાં સમીર ખાન લોકોને અવારનવાર ધંધા માટે હેરાન કરે છે પરંતુ તે માથાભારે હોવાથી તેની સામે કોઈ બોલી શકતું નથી. થોડા દિવસ અગાઉ સમીરખાન તેમની દુકાન પર આવ્યો હતો અને કહ્યું કે તને અહિયાં ધંધો કરવાની ના પડી છે તો કેમ અહિયાં ધંધો કરે છે.

આટલું કહીને તેમના બાજુની ચીકનની દુકાન પર ગયો હતોઅને કહ્યું કે, તારે ધંધો કરવો હોય તો ચીકન મને મફત આપવું પડશે અને દર મહીને 2000નો હપ્તો આપવો પડશે.પૈસા આપવા માનતે કાસમ મીરઝાએ ના પડતા સમીરખાન કાસમ મિર્ઝા પર ગુસ્સે થયો હતો તેમને ગાળો આપીને ગડદાપાટુનો મારમારવા લાગ્યો હતો ત્યારે આસપાસના લોકો ભેગા થતા સમીરખાન ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ જાનથી મારી નાખાવની ધમકી આપીને ગયો હતો.સમગ્ર મામલે કાસમ મીર્ઝાઈ ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

દહેજ માટે ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
નારોલમાં રહેતી 35 વર્ષીય પરિણીત મહિલાએ ફરિયાદ નોધાવી છે કે લગ્ન બાદ થોડો સમય સાસરિયાઓ સારું રાખતા હતા જે બાદ પતિ, દિયર, દેરાણી, સસરા, નણંદ, નણંદોઈ સહિત 8 સાસરિયાઓ ત્રાસ આપતા હતા. દહેજની માંગણી કરીને સાસરિયાઓ મેણા ટોણા મારતા હતા. મહિલાને દહેજ માટે કેટલીક વાર માર ઓઅન મારવામાં આવતો હતો અને ગંદી ગાળો પણ આપવામાં આવતી હતી.પતિ અને સસરાએ એવું પણ કહ્યું હતું કે જો તારે ઘરમાં રહેવું હોય તો પિયરમાંથી 10 લાખ રૂપિયા લઇ આવ,આમ પણ તું દહેજમાં કઈ લાવી નથી. આમ દહેજ માટે ત્રાસ આપતા 2 વર્ષથી પરિણીતા અલગ રહેવા જતી રહી છે અનર પતિ હર્ષદ રાઠોડ સહીત 8 સાસરિયાઓ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...