તસ્કરી:વૃદ્ધ દંપતીના બંગલામાંથી મોડી રાતે અઢી લાખની ચોરી; 6 દિવસ પહેલાં જ લંડન ગયાં હતાં, રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાણીપ ચંદ્રલોક સોસાયટીના એક બંગલામાં રહેતા વૃદ્ધ દંપતી 6 દિવસ પહેલા જ લંડન ગયા હતા. જેથી તેમના બંગલાની બારીની લોખંડની ગ્રીલ કાપીને ઘુસી આવેલા તસ્કર સોના - ચાંદીના દાગીના અને રોકડ મળીને રૂ.2.42 લાખની મત્તા ચોરી ગયા હતા. દંપતિની ડોકટર દીકરીએ આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દેવ્યાનીબેન વૈધ(45) રાણીપમાં ભવાની કલીનીક નામનું દવાખાનું ધરાવે છે. દેવ્યાનીબહેનની માતા કમળાબહેન અને પિતા દામોદરદાસ વૈધ રાણીપ ચંદ્રલોક સોસાયટીના બંગલા નંબર-11 માં રહેતા હતા. જો કે1 જૂને બને લંડન ગયા હતા.

તેઓ ગયા ત્યારથી આલીશાબહેન રેવાભાઈ રબારી રોજ સવારે 11 વાગ્યા થી 1 વાગ્યા સુધી બંગલામાં કચરા પોતા કરવા જતા હતા. રવિવારે બપોરે 12 આલીશાબહેને દેવ્યાની બેનને ફોન કરીને ઘરનું તાળંુ તૂટેલં અને બારીના લોખંડના 4 સળીયા કાપેલા હોવાની જાણ કરી હતી. અંદર જઈને તપાસ કરતા તિજોરી-કબાટમાંથી સોનાની 4 બંગડી - ચાંદીના પાયલ અને રોકડા રૂ. 80 હજાર મૂકેલા હતા તે ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેથી બંગલામાંથી રૂ.2.42 લાખની મત્તા ની ચોરી થઇ હોવાની ફરિયાદ દેવ્યાનીબહેને રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...