તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બબાલ:​​​​​​​એલિસબ્રિજ પાસે મોડી રાતે પોલીસ પુત્રોએ પોલીસકર્મીના પુત્રને જ લાકડીઓ વડે માર માર્યો, 10ના ટોળા સામે ફરિયાદ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરની એલિસબ્રિજ પોલીસ લાઈનમાં મોડી રાતે 10 યુવકોએ ભેગા મળી એક યુવકને માર માર્યો હતો. પોલીસ લાઈનમાં જ રહેતા પોલીસકર્મીઓના પુત્રોએ અમુલ પાર્લર પાસે યુવકને લાકડીઓ વડે માર મારી ફરાર થઇ ગયા હતા. યુવકે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આ મામલે 10 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. માર મારનાર કયા પોલીસ પુત્રો હતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

એલિસબ્રિજ પોલીસ લાઈનમાં અખિલેશ રાવત તેના પરિવાર સાથે રહે છે. તેના પિતા રસિકભાઈ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અખિલેશ રાતે તેના મિત્ર વિવેક સાથે ધાબા પર તાપણું કરતો હતો. દરમ્યાનમાં નીચે કેટલાક યુવકોના ટોળા બૂમાબૂમ કરતા નીચે આવ્યો હતો. અમુલ પાર્લર તરફના ગેટ પાસે ટોળા બૂમાબૂમ કરતા જોવા જતા યશપાલ નામના યુવકે અખિલેશનું ગળું દબાવી દીધું હતું અને ટોળામાં લઇ ગયો હતો. આ જ છોકરો હતો કહી મારામારી અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. લાકડીના ફટકા પણ પગે મારવા લાગ્યા હતા. બૂમાબૂમ થતા ટોળું ભાગી ગયુ હતું. અખિલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માર મારતા અખિલેશે 10 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો