છેડતી:અમદાવાદના વાડજમાં મોડી રાત્રે યુવકે ઘરમાં ઘૂસી જઈ મિત્રની પત્નીને બાથ ભીડી લીધી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકે ઘરનો દરવાજો ખખડાવીને ખોલાવ્યો હતો, મહિલાની પોલીસ ફરિયાદ
  • મહિલાએ બૂમાબૂમ કરતાં ઘરના સભ્યો જાગી જતાં આરોપી નાસી ગયો

પતિને મળવા માટે મધરાતે ઘરે આવેલા તેના મિત્રએ એકલતાનો લાભ લઈને મિત્રની પત્નીનો હાથ પકડી પોતાની તરફ ખેંચીને બાથમાં ભીડી લઇ, છાતી પર હાથ નાખીને ટોપ પણ ખેંચ્યું હતું. જો કે મહિલાએ બૂમાબૂમ કરતા સાસુ જાગી જતાં પતિનો મિત્ર ભાગ્યો હતો અને તે જ સમયે પતિ આવી જતા મિત્રનો પીછો કર્યો હતો. પરંતુ તે હાથમાં આવ્યો ન હતો.

વાડજમાં રહેતી સપના(28)(નામ બદલેલ છે)ના પતિ રિક્ષા ચલાવે છે. 12 સપ્ટેમ્બરે સાંજે તેના પતિ રીક્ષા ચલાવવા ગયા હતા, ત્યારે સપના અને તેનાં સાસુ ઘરમાં સુઈ રહ્યા હતા. દરમિયાન રાતે 2 વાગે ઘરનો દરવાજો ખખડતા સપનાએ દરવાજો ખોલતા તેના પતિનો મિત્ર વિજય આવ્યો હતો. વિજયે સપનાને પતિ વિશે પૂછતા સપનાએ તેમને કહ્યું હતું કે, તેઓ રિક્ષા લઈને ગયા છે, હજુ આવ્યા નથી. જેથી વિજય જતો રહ્યો હતો, પછી સપના સૂઈ ગઇ હતી.

થોડીવાર પછી ફરી દરવાજો ખખડાવતાં સપનાએ જોયું તો દરવાજા સામે વિજય ઉભો હતો. સપનાએ દરવાજો ખોલતાંની સાથે જ વિજયે ઘરમાં ઘુસી જઇ સપનાની છાતી પર હાથ નાખી તેનું ટોપ ખેંચી પોતાની તરફ ખેંચીને બાથમાં ભીડી લીધી હતી. હેબતાઈ ગયેલી સપનાએ પોતાના બચાવ માટે બૂમાબૂમ કરી જેથી તેના સાસુ જાગી જતા વિજય ત્યાંથી ભાગી ગયો હતો. જો કે તે જ સમયે સપનાના પતિ આવી જતા તે વિજયને પકડવા દોડયા હતા. પરંતુ વિજય ભાગી ગયો હતો. આ અંગે સપનાએ વાડજ પોલીસ સ્ટેશનમાં વિજય વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...