એક વર્ષમાં લાંચ લેતા પકડ્યા:ગત વર્ષે ACBએ 61 પોલીસ કર્મચારી સહિત 252 લોકોને લાંચ લેતા પકડ્યા

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેનામી સંપત્તિના 5 કેસમાં 4.52 કરોડની મિલકત મળી આવી

એસીબીએ 2022ના વર્ષમાં 176 ટ્રેપ કરી હતી, જેમાં પૈસા લેતા 252 માણસો રંગે હાથે પકડાયા હતા, જેમાં 94 ખાનગી માણસો હતા. જો કે એસીબીની ટ્રેપમાં સૌથી વધારે 61 પોલીસ કર્મચારીઓ જ પકડાયા હતા. જ્યારે ટોલ ફ્રી નંબર પર આખા વર્ષમાં 14,757 કોલ આવ્યા હતા, જેમાંથી 132 ભ્રષ્ટાચારને લગતી માહિતી મળી હતી, જેના આધારે 26 કેસ કર્યા હતા.

જ્યારે એસીબીએ 2022માં 5 કેસ કરી રૂ. 4.52 કરોડની અપ્રમાણસર મિલકત પકડી હતી. જ્યારે એસીબીની ટ્રેપમાં 2022ના વર્ષમાં વર્ગ - 1 ના 9, વર્ગ - 2 ના 30, વર્ગ - 3ના 114, વર્ગ - 4ના 5 અને 94 ખાનગી માણસ પકડાયા હતા. જ્યારે ભ્રષ્ટાચારમાં પોલીસ કર્મચારીઓ બાદ બીજા નંબર પર 44 સાથે પંચાયત, ત્રીજા નંબર પર 35 સાથે મહેસૂલ, ચોથા નંબરે 19 સાથે શહેરી વિકાસ અને પાંચમા નંબર ઉપર16 સાથે કેન્દ્ર સરકારના કર્મચારી-અધિકારીઓ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...