તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નમસ્કાર! ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા સીએ થયેલા ઉમેદવારોને કેમ્પસ પ્લેસમેન્ટની તક ઉપલબ્ધ કરાવશે, અમદાવાદ માટે આજે રજિસ્ટ્રેશન થશે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો હાથમાં સાવરણો લઇ જનસંપર્ક કરશે....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....
સેન્સેક્સ | 52,154.13 | +609.83 |
ડોલર | રૂ.72.69 | -0.06 |
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ | 49,000 | -300 |
આ 4 ઘટના પર રહેશે નજર
1) 28 ફેબ્રુઆરીએ યોજાનારી નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ.
2) ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા સીએ થયેલા ઉમેદવારોને કેમ્પસ પ્લેસમેન્ટની તક ઉપલબ્ધ કરાવશે, અમદાવાદ માટે આજે રજિસ્ટ્રેશન થશે.
3)રાજકોટ મનપાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો હાથમાં સાવરણો લઇ જનસંપર્ક કરશે.
4) રાજકોટ શહેર ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંકલ્પ પત્ર જાહેર કરશે.
હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) મુખ્યમંત્રી રૂપાણી કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા MP વિનોદ ચાવડા અને ભીખુ દલસાણિયા પણ કોરોનાગ્રસ્ત
વડોદરામાં રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડપ્રેશર લૉ થઈ જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. તેમને મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ECG, 2D, બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા, જે નોર્મલ હતા. કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વાંચો સમાચાર વિગતવાર
2) મનપા ચૂંટણી-ક્રિકેટ ઈફેક્ટ, ગુજરાતનાં 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ 28 ફેબ્રુ. સુધી લંબાવાયો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજ્યનાં ચાર મહાનગરમાં 28 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. હવે 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. આ સપ્તાહમાં મહાનગરોની ચૂંટણી છે અને 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજાવાની હોવાથી રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની છૂટ આપવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર
3) કોંગ્રેસમાં કાગડા ઉડતા નવો નુસખો, રૂ.100ની પેટ્રોલની કૂપન આપી પ્રચારમાં બનાવટી ભીડ ભેગી કરવાની ચાલ
ચૂંટણીમાં દિવસો નજીક આવતા પ્રચાર જોરશોરથી શરૂ થવા લાગ્યો છે; ત્યારે પ્રચાર દરમિયાન રેલી પણ યોજવામાં આવે છે, રેલીમાં ભીડ ભેગી થાય અને વાહનો વધુ દેખાય તો એની અલગ અસર પડે છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના પ્રચારમાં ભીડ ભેગી કરવા બાઈકચાલકને ટોકન આપવામાં આવ્યું હતું અને ટોકન દ્વાર બાઈકચાલકોને પેટ્રોલ આપવામાં આવતું હતું.
વાંચો સમાચાર વિગતવાર
4) મુખ્યમંત્રી સ્ટેજ પરથી ઢળી પડ્યા ત્યારે જો આ જવાન સમયસર ન આવ્યો હોત તો તેઓ સીધા જ નીચે પટકાયા હોત
વડોદરામાં રવિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેજ પર ભાષણ કરતાં કરતાં પડી ગયા હતા. સીએમ જ્યારે નીચે પડી રહ્યા હતા ત્યારે તરત જ એક સિક્યુરિટી જવાન તેમની નજીક પહોંચી ગયો અને તેમને સંભાળી લેવા માટે પ્રયાસ કર્યો હતો. આ સિક્યુરિટી જવાન મૂળ સાબરકાંઠાનો વતની છે અને એસઆરપીનો પીએસઆઇ છે.
વાંચો સમાચાર વિગતવાર
5) સુરતમાં શેરી-મહોલ્લાનું રાજકારણ ઘર સુધી પહોંચ્યું, ભાજપનાં મહિલા ઉમેદવારના પતિ કોંગ્રેસમાં જોડાયા
રાજકારણમાં એક કહેવત છે કે કોઈ ક્યારેય કાયમી દુશ્મન અને મિત્ર હોતા નથી; આવો જ ઘાટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બરાબર જામેલા માહોલમાં જોવા મળી રહ્યો છે. શેરી-મહોલ્લાને લઈને ચાલતી ચૂંટણીનું રાજકારણ ઉમેદવારોનાં ઘર સુધી પહોંચી ગયું હોય એવું સામે આવી રહ્યું છે. વોર્ડ નંબર 15નાં ભાજપનાં ઉમેદવાર મનીષા આહીરના પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલું જ નહિ, પરંતુ કોંગ્રેસ વતી પ્રચાર પણ કરી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
6) વડોદરામાં મૂર્છા આવી, સ્વસ્થ થઈ સ્ટેજ પરથી ઉતરતા સિક્યુરિટીની સલામનો શાલીનતાથી હસ્તા મોઢે આપ્યો જવાબ
મુખ્યમંત્રી રૂપાણી રવિવારે વડોદરામાં ચૂંટણીની પ્રચાર સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડસુગર ડાઉન થતાં મૂર્છિત થઈ ગયા હતા. જો કે, તકેદારીના ભાગરૂપે રૂપાણી તાત્કાલિક સ્ટેજ પરથી એરપોર્ટ રવાના થયા તે સમયે એક એવી ઘટના બની કે જેના વિડિયોએ સહુના હૃદયને સ્પર્શી લીધો હતો. અચાનક આવેલી મૂર્છા બાદ ભારે સ્ટ્રેસ વચ્ચે સ્ટેજ છોડીને જતી વેળાએ પણ રૂપાણીએ સસ્મિત ચહેરે સિક્યુરિટી જવાનની સલામનો હસતા મોઢે જવાબ આપ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.