તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નમસ્કાર!
કચ્છના રાપર તાલુકાના વ્રજવાણીધામ ખાતે મોરારિ બાપુની કોવિડ-19ની ગાઇડલાઇન સાથે રામકથા, શ્રોતાઓનું થર્મલગનથી તાપમાન મપાશે. ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ, કોમર્સ, આર્ટસ, બીએડ સહિતની 3-5 સેમની તેમજ PG લેવલની ત્રીજા સેમની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....
સેન્સેક્સ | 51,544.30 | |
ડોલર | રૂ.72.75 | -0.1 |
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ | 49,000 | -500 |
આ 4 ઘટના પર રહેશે નજર
1) જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ. 2) કચ્છના રાપર તાલુકાના વ્રજવાણીધામ ખાતે મોરારિ બાપુની કોવિડ-19ની ગાઇડલાઇન સાથે રામકથા, શ્રોતાઓનું થર્મલગનથી તાપમાન મપાશે. 3) ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ, કોમર્સ, આર્ટસ, બીએડ સહિતની 3 અને 5 સેમની તેમજ PG લેવલની ત્રીજા સેમની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે. 4) ભાવનગર કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વર્લ્ડ રેડિયો ડે રેડિયોની વિવિધતાની થીમ સાથે ઉજવણી કરાશે.
હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) નખત્રાણામાં 2001ના ભૂકંપ બાદ માનસિક સ્થિતિ ગુમાવનાર સભ્યને પરિવારે અવાવરૂ જગ્યાએ 9 વર્ષ સુધી સાંકળોથી બાંધી રાખ્યા
કચ્છમાં 20 વર્ષ પહેલાં એટલે કે 2001માં આવેલા ભૂકંપને કારણે ઘણા લોકોએ આઘાતમાં સરીને માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. જેમાં કચ્છના નખત્રાણાના સુખપુર ગામમાં રહેતા સચિનસિંહ વાઢેરનો પણ સમાવેશ થાય છે. તેમણે 2001માં માનસિક સંતુલન ગુમાવવાને કારણે 9 વર્ષથી એક અવાવરૂ જગ્યાએ સાંકળોથી બાંધીને રાખવામાં આવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર
2) માર્ચમાં પ્રાથમિક શાળાઓ શરૂ થશે, ઉનાળાનું વેકેશન ટૂંકું રહેશે, નવું શૈક્ષણિક સત્ર પણ વહેલું શરૂ થશે
રાજ્યમાં કોરોના કાબૂમાં આવતા ધોરણ 9થી 12 અને કોલેજો શરુ થઈ ગઈ છે, ત્યારે હવે અન્ય પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ 1 માર્ચની આસપાસ શરૂ કરવા વિચારણા શરુ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ઉનાળુ વેકેશન ટૂંકાવીને નવું શૈક્ષણિક સત્ર પણ વહેલું શરૂ કરવા માટેનું એકેડેમિક કેલેન્ડર બની રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
3) રાજકોટની 16 વર્ષની છોકરી રૂ.500 લઈ હિરોઈન બનવા મુંબઈ ભાગી, છેડતી કરનારા ગુંડાઓને પાઠ ભણાવ્યો
રાજકોટની કરાટે ચેમ્પિયન 16 વર્ષની કિશોરી 8 ફેબ્રુઆરીએ બૂક લેવા ગયા બાદ ગુમ થઈ હતી. જે આજે મુંબઈથી મળી આવી છે. કિશોરી ઘરેથી 500 રૂપિયા લઇ સુરત પહોંચી હતી. સુરત પહોંચી તો તેની પાસે માત્રે 6 રૂપિયા જ વધ્યા હતા. બાદમાં તેણી સોનાની બૂટી વેચી મુંબઇ એક્ટ્રેસ બનવા માટે પહોંચી હતી. જેને રાજકોટ તાલુકા પોલીસે મુંબઇથી પાછી લઇ આવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર
4) નડિયાદમાં ઘરે ચોરી કરી ભાગેલા પ્રેમી પંખીડા 35 વર્ષે સુરતથી ઝડપાયા, લગ્ન જીવનમાં બે દીકરીઓ અને બન્ને હાલ સાસરીમાં
નડિયાદના ચકલાસી તાબેના પ્રણામીનગરમાં ઘરેથી રોકડ રૂપિયાની ચોરી કરી પ્રેમીપંખીડાઓ ભાગી ગયા હતા. આજથી 35 વર્ષ પહેલાં બનેલ આ ઘટનામાં પ્રેમીપંખીડાઓને સુરત ખાતેથી ઝડપી લેવાયા છે. તપાસમાં જાણવા મળ્યું છેકે, તેઓના લગ્ન જીવનમાં બે દીકરીઓ છે અને બન્નેના લગ્ન થઇ ગયા છે.
વાંચો સમાચાર વિગતવાર
5) અમદાવાદના વેજલપુરમાં એકલા રહેતા 80 વર્ષીય વૃદ્ધાની માથામાં બોથડ પદાર્થ મારી કરપીણ હત્યા, મૃતદેહ પરથી ઘરેણાં ગાયબ હતા
અમદાવાદના વેજલપુર ગામમાં 80 વર્ષની વૃદ્ધાની માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી છે. એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધા બે દિવસથી બહાર દેખાયા ન હતા. જેથી ભાડૂઆતે જોતાં સમગ્ર હકીકત બહાર આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.