કોરોનાની શિક્ષણ પર અસર:નાની પ્રિ-પ્રાઈમરી બંધ થતાં મોટી સ્કૂલો બે પાળી ચલાવશે, લૉકડાઉનને લીધે સંખ્યાબંધ પ્રિ-પ્રાઈમરી બંધ થઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વાલીઓને પ્રાઈમરી ધરાવતી સ્કૂલોમાં પ્રવેશ લેવાની ફરજ પડી

લૉકડાઉન દરમિયાન નાની નાની પ્રિ-પ્રાઇમરી સ્કૂલો બંધ થવાનો ફાયદો મોટી સ્કૂલોને થશે. મોટી સ્કૂલોમાં આ વર્ષે ઇન્કવાયરી વધવાને કારણે ઘણા સંચાલકોએ સ્કૂલો શરૂ થયા બાદ બે પાળીમાં સ્કૂલ ચલાવવાની તૈયારી કરી છે. નામ ન આપવાની શરતે એક સ્કૂલ સંચાલકે જણાવ્યું કે, નાની નાની પ્રિ-પ્રાઇમરી સ્કૂલો શિક્ષણકાર્ય બંધ રહેવાના કારણે બંધ થઇ ગઇ છે. પહેલાં ઘણાં વાલીઓ પોતાની નજીકની કોઇ નાની પ્રિ-પ્રાઇમરીમાં બાળકને એડમિશન અપાવી દેતા હતા. પરંતુ હવે નાની નાની પ્રિ-પ્રાઇમરી બંધ થઇ છે. તેથી હવે વાલીએ નજીકની કોઇ પ્રિ-પ્રાઇમરી અને પ્રાઇમરી સ્કૂલ સાથે ચાલતી હોય ત્યાં એડમિશન લેવું પડશે. તેથી આ બધી સ્કૂલોમાં એડમિશનની સંખ્યા વધશે. એકંદરે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તો પણ મોટી સ્કૂલોમાં પ્રિ-પ્રાઇમરીના એડમિશન ફુલ થઇ જશે. સંચાલકોના જણાવ્યા પ્રમાણે, ઘણા વાલીઓએ ગયા વર્ષે એડમિશન લીધું હોવા છતાં ફી ભરી ન હતી, તેથી તેઓ આ વર્ષે બાળકને એ જ ધોરણમાં રાખવાનું પસંદ કરી રહ્યાં છે. કારણ કે ઓનલાઇન અભ્યાસમાં પ્રિ-પ્રાઇમરીના બાળકો અભ્યાસ કરે તે શક્ય નહોતું.

પશ્ચિમમાં પ્રવેશ માટે વધુ ઇન્કવાયરી
પ્રિ-પ્રાઇમરીમાં એડમિશન માટે ઇન્કવાયરીનો રેશિયો પૂર્વ કરતાં પશ્ચિમ અમદાવાદમાં વધુ જોવા મળી રહ્યો છે. પૂર્વ અમદાવાદમાં અમુક સ્કૂલોએ પ્રિ-પ્રાઇમરી સેક્શન ફ્રીમાં ભણાવાનું શરૂ કર્યું હોવા છતાં પણ બહુ જ ઓછી સંખ્યામાં વાલીઓએ રસ દાખવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...