GST વિભાગની કાર્યવાહી:રાજ્યના 25 રિસોર્ટના મોટા પાયે રોકડમાં થયેલા વ્યવહાર પકડાયા, અમદાવાદના બે ટ્રાવેલ એજન્ટનો પણ સમાવેશ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે સાસણગીર ખાતેના રિસોર્ટ-હોટેલ તેમજ અમદાવાદના બે બુકીંગ એજન્ટના સ્થળ સહિત 25 જગ્યાએ દરોડા પાડ્યા હતા. એસ.જી હાઇવે તેમજ ભીમજીપુરા વાડજ ખાતે ટ્રાવેલ બુકિંગનું કામ કરતા એજન્ટને ત્યાંથી રોકડમાં વ્યવહારના દસ્તાવેજો મળી આવ્યા છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર હોટલ, રિસોર્ટ અને ટ્રાવેલ એજન્ટો દ્વારા ખોટી રીતે આઇટીસી લઇ મોટા પ્રમાણમાં કરચોરી કરતા હોવાનું માલુમ પડ્યું છે. દરોડા દરમિયાન અધિકારીઓને મોટા પ્રમાણમાં રોકડમાં વ્યવહારના દસ્તાવેજ મળી આવ્યા છે.

આ રિસોર્ટમાં તપાસ કરાઈ

  • ધ ગીરી રિસોર્ટ
  • ગીર બર્ડીગ લોજ
  • જગીરા અનંતા ઇલાઇટ
  • કેરીના રિટ્રિટ રિસોર્ટ
  • લોડ્સ વિશાલ ગ્રીન વુડ
  • અરામનેસ ગીર નેશનલ પાર્ક
  • અમીધારા સ્ટેચ
  • સ્ટર્લિગ રૂદ્રા ગીર
  • દક્ષ રિસોર્ટ
  • સાવજ રિસોર્ટ
  • સુખસાગર ગીર રિસોર્ટ
  • કાંજ ગીર લાયન રિસોર્ટ
  • લાયન સફારી કેમ્પ
  • અમીધારા રિસોર્ટ
  • ધ પોસ્ટ કાર્ડ
અન્ય સમાચારો પણ છે...