આદેશ:આદેશની અવમાનના બદલ જમીન અધિકારીને HCનો 50 હજારનો દંડ, 18 વર્ષ સુધી ખેડૂતને જમીન- વળતરથી વંચિત ન રાખી શકાય

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ટીડીએસ કાપ્યા પછી વળતરની રકમ પરત આપી ન હતી

જમીન સંપાદન અધિકારીએ વળતરની રકમમાંથી ટીડીએસની રકમ આપ્યા પછી પરત નહી આપતા હાઇકોર્ટે સુએજ વોટર સપ્લાય બોર્ડના અધિકારીને અંગત રીતે 50 હજારનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ આરટીજીએસથી રજિસ્ટ્રીમાં બે સપ્તાહમાં જમા કરાવવા આદેશ કર્યો છે. હાઇકોર્ટના આદેશ છતાં ટીડીએસની રકમ નહી આપતા કોર્ટે સખત નારાજગી દર્શાવી હતી.

બરવાળા તાલુકામાં આવેલા ખંબાડા ગામમાં 1998માં સરકારે પાણી પુરવઠા યોજના માટે જમીન સંપાદનની કાર્યવાહી કરી હતી. વર્ષ-2013માં હાઇકોર્ટે જમીન સામેના વળતર ચુકવવા આદેશ કર્યો હતો. સુનાવણી પડતર હતી દરમિયાન 17,62,504ની રકમ પર 11.33 ટકા ટીડીએસ કાપી લેવામાં આવ્યો હતો, પરંતુ તે અરજદારને પરત આપવામાં આવ્યો નહોતો. ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી તેમ છતાં ટેક્સ પરત આપાયો નહતો.

સરદાર સરોવર નર્મદા નિગમ 7-09-2016માં ઠરાવ બહાર પાડીને વળતરની રકમમાંથી ટીડીએસ નહીં કાપવા સુચના આપી હતી અને વારેવાર સુએજ વોટર સપ્લાયને જાણ કરવા છતા ટીડીએસ કાપી લેવાયો હતો. 18 વર્ષ કરતા વધુ સમય થયો છતા ટીડીએસની રકમ પરત નહીં આપતા હાઇકોર્ટે અધિકારીની ઝાટકણી કાઢી હતી માટે માફી માગી લેતા જેલની સજા માફ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...