તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં ભૂમાફિયાઓ બેફામ:ભૂમાફિયાઓએ કારમાં રૂ.3 કરોડ બતાવી અભણ ખેડૂત પાસે જમીનના દસ્તાવેજ કરાવ્યા, રૂપિયા આપવાને બદલે જમીન માલિકના સાળાનું અપહરણ કર્યું, વિરમ રબારીની ધરપકડ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ સાથે આરોપી વિરમ રબારી - Divya Bhaskar
પોલીસ સાથે આરોપી વિરમ રબારી

કરોડોની જમીનના સોદામાં અભણ ખેડૂત સાથે છેતરપિંડી કરનાર ભેજાબાજ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપીઓએ કારમાં રૂપિયા 3 કરોડ બતાવીને ખેડૂત પાસે સહી કરવી લીધી હતી.એટલું જ નહીં રૂપિયા આપવાના બદલે આરોપીઓ તેમની પાછળ પોલીસ પડી છે તેમ કહીને ફરાર થઈ ગયા હતાં.આ સમગ્ર મામલે હાલ પોલીસે ખેડૂતના નિવેદનનનાં આધારે તપાસ શરૂ કરી છે.

દસ્તાવેજ કરાવી પાછળ પોલીસ પડી છે એટલે અહિંથી જવું પડશે કહી ભાગી છૂટ્યા
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રામોલ વિસ્તરમાં ભૂમાફિયાએ એક ખેડૂતની જમીન પચાવીને રૂ.11 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. 9 આરોપીઓ ટોળકી રચીને અભણ ખેડૂત મંગાજી ઠાકોરને મામલતદાર કચેરી લઈ ગયા હતા જ્યાં તેને કારમાં 3 કરોડ રૂપિયા પડ્યા છે તેમ બતાવીને મામલતદાર સમક્ષ કાગળો પર કરાવી લીધી હતી.

આરોપીઓએ ખેડૂત અને તેના સાળાને કહ્યું કે પાછળ પોલીસ પડી છે એટલે અહિંથી જવું પડશે. એમ કહીને ખેડૂતના સાળા બાબુભાઇને નરોડાથી ચિલોડા તરફ કારમાં લઈને જતા રહ્યા હતા, આરોપીઓએ બાબુભાઈને રિવોલ્વર જેવું હથિયાર બતાવીને ચીલોડા પાસે ફેંકી દીધા હતા.

વિરમ રબારીએ પુરા પૈસા ના આપતા કોર્ટ કેસ ચાલતો હતો
આ પહેલા જમીન મુદ્દે વિવાદ ચાલતો હતો જેના કોર્ટ કેસનું સમધાન કરવાના બહાને આ ટોળકીએ રેકેટ રચ્યું હતું. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈના વડોદ ગામે મંગાજી ઠાકોરની વડીલ ઉપાર્જીત જમીન હતી. આ જમીન ભૂતકાળમાં તેના પિતાએ વિરમ રબારીને વેચી હતી. પરંતુ વિરમ રબારી પુરા પૈસા ના આપતા મંગાજી અને વિરમ ભગવાન રબારી વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો. આ કેસમાં સમાધાન કરવા મધ્યસ્થી તરીકે પ્રફુલ વ્યાસ, ભરતસિંહ ચૌહાણ અને વિનોદ નામના શખ્સ આવ્યા હતા.

11.11 કરોડમાં જમીન વેચાણ નક્કી કર્યું હતું
મામલતદાર કચેરીમાં વિનોદ રાવણ નામના શખ્સે કબૂલાતનામાં પર સહી કરાવીને કારમાં પૈસા બતાવ્યા હતા. 27 વિઘા જમીનની કિંમત 27 કરોડ રૂપિયા થાય છે. જેમાં 11.11 કરોડમાં જમીન વેચાણ નક્કી કર્યું હતું, તેમાંથી 1 કરોડ રૂપિયા ટુકડે ટુકડે મંગાજીને આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ પૈસા ન ચૂકવીને છેતરપિંડી કરતા ખેડૂતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મુખ્ય સૂત્રધાર ભરતસિંહ ચૌહાણ હત્યાના ગુનામાં જેલમાં ગયો હતો
આ જમીન પચાવવાનો મુખ્ય સૂત્રધાર એવો ભરતસિંહ ચૌહાણ અગાઉ હત્યાના ગુનામાં જેલમાં હતા અને તેના સામે હજુ પણ ઘણા ગુનાઓ નોંધાયેલા છે. ખેડૂતને ધાકધમકી આપીને પૈસા ના આપવા પડે માટે બધાજ રૂપિયા ચાઉં કરી ગયા હતા.હાલ તો પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

તમામ 9 આરોપીઓના નામ

  1. વિરમ ભગવાન રબારી
  2. આંબા પોપટભાઈ વાટલિયા
  3. ચંદુ જેઠાભાઈ ધાનાણી
  4. ડુંગર જાદવભાઈ કોતડિયા
  5. રમેશ ઝીણાભાઈ વડોદરીયા
  6. વિરમ રૂપાભાઈ રૂપાપરા
  7. ભરતસિંહ
  8. પ્રફુલ વ્યાસ
  9. વિનોદ રાવણ

ખોટા નામે જમીન પચાવી બીજાને વેચી દેનારા ભૂમાફિયાઓની હવે ખેર નથી, 7 વર્ષ કેદની સજા થશે

બે મહિના પહેલા ખોટા નામે જમીન પચાવી પાડીને બીજાને વેચાણ કરનાર ભૂમાફિયા તત્વો સામે વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદા અંતર્ગત 7 વર્ષની કેદ અને મિલકતની બજાર કિંમત જેટલા દંડનું કડક સજાની જોગવાઈ કરાઈ છે.

જમીન પચાવી પાડનારાઓને શું સજા થશે?
જવાબ: આ કાયદાની જોગવાઇથી માત્ર સરકારી કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનોને જ નહીં પરંતુ ધાર્મિક સખાવતી સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલું રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે. દોષીતને ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ જંત્રીની કિંમત સુધીના દંડને થશે. ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા જ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો