તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન સંપાદનમાં લાંચ કૌભાંડ:બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વળતરમાં પણ કટકીનું કૌભાંડ, લાંચ લેતા નિવૃત બે મામલતદાર સહિત 3ની ધરપકડ

નડિયાદ8 મહિનો પહેલા
ACBએ મુકેશ સોની નિવૃત્ત મામલતદાર અને પિન્કેશ પરમાર કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્કને પકડ્યા છે - Divya Bhaskar
ACBએ મુકેશ સોની નિવૃત્ત મામલતદાર અને પિન્કેશ પરમાર કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્કને પકડ્યા છે
  • ખેડા ACBએ કોમ્પ્યુટર ઓપરેટર, બે નિવૃત મામલતદાર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી

કેન્દ્ર અને રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનમાં જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. જેમાં લાંચની માગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં એક ખેડૂતને વળતર પેટે રૂ.17 લાખ ચુકવવાનો હુકમ થયો હતે. જે વળતરના નામાં ખેડૂતના ખાતામાં જમા થયા નહતાં. ખેડૂતે જમીન સંપાદનના પીન્કેશ પરમારનો સંપર્ક કરતા તેમણે વળતર માટે મુકેશ સોની, ભીખા વાઢેરને વ્યવહાર કરવો પડશે તેમ જણાવ્યું હતું. આથી, ત્રણ લાખ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી બેંક સ્લીપ આપશો, તે સાહેબને બતાવી17 લાખ વળતર જમા થઇ જશે.

આ બાબતે એસીબીએ છટકુ પ્રથમ બેંકમાં રકમ જમા કરાવી હતી. આ પુરાવા આધારે એસીબીએ ખેડા ખાતે દરોડો પાડી તપાસ શરૂ કરી હતી. જેમાં પીન્કેશના ઘરે ઝડતી કરવામાં આવી હતી. આ ઝડતીમાં રૂ.3.50 લાખ રોકડ મળી આવી હતી. જે એસીબીએ જપ્ત કરી છે. તપાસના અંતે પીન્કેશ ભગુભાઈ પરમાર (કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક, રહે.નાર, તા.પેટલાદ), મુકેશ મનુભાઈ સોની (નિવૃત્ત મામલતદાર, રહે.નડિયાદ) તથા ભીખા યુ. વાઢેર (નિવૃત્ત મામલતદાર, રહે. અમદાવાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યાં છે.

આસપાસના લોકોને વળતર મળતાં કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કર્યો
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માં જમીન સંપાદનના વળતર પેટે ચુકવવામાં આવતી રકમ માટે લાંચ લેવાતી હોવાની એસીબીને અરજીઓ મળી હતી. જેમાં ખેડામાં એક વ્યક્તિને તેના પાડોશમાં રહેતા ચારથી પાંચ લોકોને વળતરના પૈસા મળી ગયા હતાં. પરંતુ તેઓને ન મળતાં તાલુકા સેવા સદનમાં કોમ્પ્યુટર ઓપરેટર પિન્કેશ પરમારનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો, બુલેટ ટ્રેનની જમીન સંપાદનમાં 3 લાખની લાંચમાં 3 ડિટેઇન

બંને કરાર પર છે
કોમ્પ્યુટર ઓપરેટરે વળતરના રૂ. 17 લાખ લેવા માટે અધિકારી સાથે વ્યવહાર કરવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ આ કેશમાં પિન્કેશે ફરિયાદી પાસેથી ડિપોઝીટ અને વિડ્રોઅલ સ્લિપમાં સહીઓ કરાવી લાંચ મેળવી હતી. આ મામલે મામલતદાર મુકેશ સોની અને ભીખા વાઢેર જે બન્ને હાલ કરાર આધારિત પોસ્ટિંગ પર છે. તેમની સંડોવણી સામે આવતા ધરપકડ કરવામાં આવી છે.

એસીબી ડાયરેક્ટરે બેંકોમાં તપાસ કરી
નોંધનીય છે કે, આ સમગ્ર કૌભાંડને બહાર પાડવા એસીબી ડાયરેક્ટર કેશવ કુમારે અલગ અલગ બેંકોમાં તપાસ કરી હતી. સાથો સાથે મળતી માહિતી મામલે ખેડામાં જમીન સંપાદન કરનાર ખેડૂતોને 300 કરોડ ચૂકવી આપ્યા છે. જેને લઈ એસીબીએ કેટલાનું કૌભાડ કર્યુ છે તેની તપાસ શરૂ કરી છે.