હાલાકી:લાંભામાં ડ્રેનેજ લાઈનના અભાવે ગંદા પાણીનું તળાવ બની ગયું

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
અહીં તળાવ જેવું દેખાઇ રહ્યું છે, પરંતુ તે પાણી સોસાયટીઓનું ગંદુ પાણી છે જે અહીં ડ્રેનેજ ન હોવાને કારણે એકઠું થયું છે. - Divya Bhaskar
અહીં તળાવ જેવું દેખાઇ રહ્યું છે, પરંતુ તે પાણી સોસાયટીઓનું ગંદુ પાણી છે જે અહીં ડ્રેનેજ ન હોવાને કારણે એકઠું થયું છે.

લાંભા વિસ્તાર આમ પણ વિવિધ સમસ્યાઓને લઈને વગોવાયેલો છે ત્યારે નારોલ સર્કલથી અસલાલી સર્કલની વચ્ચે આવેલી કેટલીક સોસાયટીઓના રહિશો ડ્રેનેજ લાઈનની સમસ્યાને લઈને પરેશાન છે. આ રોડ પર આવેલી ટીપી 79માં ડ્રેનેજ એપ્રુવ્ડ હોવા છતાં ડ્રેનેજ લાઈન નંખાઈ ન હોવાથી આસપાસની 5 જેટલી સોસાયટીઓનું પાણી ખૂલ્લામાં વહી જાય છે. જેથી અહીં ગંદા પાણીનું તળાવ ભરાયું છે. સ્થાનિકો હેરાન થઈ ગયા છે. લાંભાની આ સમસ્યાને લઈને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે.

હજુ સુધી ડ્રેનેજ લાઈન નાંખવામાં નથી આવી
તંત્રની જવાબદારી છે કે સોસાયટીઓના રહીશોને ડ્રેનેજની સુવિધા પૂરી પાડે પણ ટીપી મંજુર થયે 2 વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ ક્યાંક ક્યાંક ડ્રેનેજની લાઈન નંખાઈ નથી. આને લઈને સોસાયટીઓના પાણી બહાર નીકળે છે અને ગંદા પાણીના તળાવનું નિર્માણ થાય છે. કેતુલ પંચાલ, સ્થાનિક

ગંદુ પાણી ખુલ્લામાં એકત્રિત થઇ જાય છે
જ્યાં ગંદકી થાય ત્યાં રોગચાળો ફાટી નીકળતો હોય છે. આસપાસની સોસાયટીઓના પાણી પ્રોપર ડ્રેનેજ લાઈન ન હોવાથી ખૂલ્લામાં વહી જાય છે. જેને કારણે આ વિસ્તારમાં ગંદકીનું મોટું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે. અમદાવાદ જેવા મેગા સિટીમાં વટવા-લાંભામાં આવી અનેક સોસાયટીઓ છે જ્યાં આ સમસ્યા છે. આ વિસ્તાર તંત્રને વિકાસ કરવા માટે જ દેખાતો જ નથી. - પિંકેશ પંચાલ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...