તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલ હૉસ્પિટલને મદદ:લેમડાએ અમદાવાદ શહેરમાં ઑક્સિજનની અછતને દૂર કરવા સિવિલ હૉસ્પિટલમાં 20,000 લિટરની ક્ષમતા ધરાવતી ટેન્ક મોકલી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશ સહિત ગુજરાત કોરોના વાયરસની સેકન્ડ વેવમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે ઑક્સિજનની અછત ખુબ મોટી પડકારરૂપ સમસ્યા બની ગઈ છે. આ સ્થિતિમાં એક તરફ કોવિડ-19ના દર્દીઓ હાઈપોક્સિમિયા (ઑક્સિજન ઘટી જવો)થી પીડાય રહ્યા છે તો બીજી તરફ અનેક દર્દીઓએ ઑક્સિજન ન મળવાને કારણે જીવ પણ ગુમાવી રહ્યા છે.

આ અછતની સ્થિતિમાં કોવિડના દર્દીઓ રાહતના શ્વાસ લઈ શકે તે માટે લેમડા થેરાપ્યૂટિક રિસર્ચે તેની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગ રૂપે પોતાની ફરજ પૂરી કરવા મદદે આવ્યું છે. સંસ્થા દ્વારા આઈનોક્સ ઍર પ્રૉડક્ટના સહયોગથી 20 કિલોલિટરની ટૅંક અસારવા સ્થિત સિવિલ હૉસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી છે, જેથી કોવિડ-19ના ગંભીર દર્દીઓ માટે ઑક્સિજનનો જથ્થો સરળતાથી સંગ્રહ કરી શકે, જે સિવિલ હૉસ્પિટલના મેડિકલ ઑક્સિજની આવશ્યકતાને પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

આ અંગે લેમડા થેરાપ્યૂટિક રિસર્ચ પ્રા.લિ.ના એમ.ડી. શ્રીમતી બિંદી ચુડગરે જણાવ્યું હતું કે, ‘‘આ પરિસ્થિતિમાં સમયસર મદદ કરવાની સાથે લેમડા કોવિડ-19 વાયરસની સંભવિત સારવાર વિકસાવવામાં વૈશ્વિક અને સ્થાનિક ફાર્માસ્યૂટિકલ સંસ્થાઓ સાથે ક્લિનિકલ રિસર્ચમાં સહયોગી તરીકે સતત કાર્યરત છે.’’

અન્ય સમાચારો પણ છે...