તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ રૂંધાયો:ઓઢવનું તળાવ દોઢ વર્ષથી બંધ અને વિકાસ ઝંખે છે, નજીકમાં ફરવાલાયક કોઈ સ્થળ જ નથી

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાકાળમાં શહેરના મોટાભાગના તળાવો ખુલ્યાં પણ આ તળાવ બંધ અને સૂમસામ છે. અહીં સહેલાણીઓ માટે રાઈડ પણ નથી
 • સ્થાનિકો સવાર-સાંજ આ તળાવ ખુલ્લું રાખવા માંગ કરી રહ્યા છે

મેગાસિટી અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં પણ લોકોની સુખાકારી માટે તળાવો બંધાયાં પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ તળાવો સૂમસામ રહ્યાં છે. આવું જ એક તળાવ એટલે ઓઢવનું તળાવ. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ દ્વારા ઓઢવ તળાવ બંધાયું છે. સ્થાનિકોના મતે આ તળાવ કોરોનાકાળ પહેલાંથી દોઢ વર્ષથી બંધ છે. ન તો તેનો કોઈ વિકાસ કરાય છે કે ન તો કોઈ પ્રોજેક્ટ હાથ ધરાય છે. ઓઢવની આસપાસના 1 લાખ રહીશોને તળાવમાં ફરવા જવાનું મન થાય તો તેમણે કાંકરિયા તળાવ સુધી લંબાવું પડે છે જેમાં સમય અને રૂપિયા બંને વેડફાય છે.

શોભાના ગાંઠિયા સમાન બની ચૂક્યું છે ઓઢવનું આ તળાવ
અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં સુંદર તળાવો બન્યા છે પણ કેટલાક વિસ્તારોમાં આ તળાવ શોભાનાં ગાંઠિયા સમાન બન્યા છે. આવું જ એક તળાવ છે આ ઓઢવનું તળાવ.
દોઢ વર્ષથી તળાવ બંધ છે. કોરોનાકાળમાં ધીમે ધીમે બધા તળાવો ઓપન કરાયા પણ આ તળાવ ખૂલ્લુ મૂકાયું નથી. હાલ કોરોનાકાળ ચાલે છે તેમાં લોકો ઘરની અંદર બેસીને કંટાળી જાય છે તેવી સ્થિતિમાં તળાવ લોકો માટે સવારથી સાંજ સુધી ઓપન રહે તે જરૂરી છે. પશ્ચિમ વિસ્તારમાં હરવા ફરવાના ઘણા સ્થળો છે પણ પૂર્વમાં મર્યાદિત સ્ળથો પણ બંધ હોય તે કેમ ચાલે. -સ્નેહા પટેલ, સ્થાનિક

ફરવા જવું હોય તો બીજી તરફ નજર દોડાવી પડે છે
ઓઢવની આસપાસ સહેજેય 1 લાખ કરતાં પણ વધારે લોકો રહે છે. આ લોકોને તળાવમાં કે બીજે કયાંય પણ ફરવા જવું હોય તો શહેરના અન્ય વિસ્તારો તરફ નજર દોડાવવી પડે છે. કેમ કે ઓઢવના તળાવનો વિકાસ જ થયો નથી. આ તળાવ કોરોનાકાળ પહેલાથી બંધ છે એટલે અહીના રહીશોને રૂપિયા ખર્ચીને લૉ ગાર્ડન અને કાંકરિયા જેવા સ્થળો પર આવેલા તળાવો ખાતે જાય છે. જો આ તળાવ શરૂ થાય અને રાઈડ પણ શરૂ કરવામાં આવે તો સ્થાનિકો માટે સારી અને મોટી સવલત ઉભી થશે. -નારાયણ ક્ષત્રિય, ઓઢવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો