તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીની રામાયણ:એક તરફ રસીની અછત અને બીજી તરફ વેક્સિનેશન માટે ટાર્ગેટ, કલેક્ટર અને DDO મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં કલેક્ટર અને ડીડીઓ સાથે સીએમ અને ડે.સીએમે બેઠક યોજી - Divya Bhaskar
ગાંધીનગરમાં કલેક્ટર અને ડીડીઓ સાથે સીએમ અને ડે.સીએમે બેઠક યોજી
  • મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બોલાવેલી કોરોનાની ત્રીજી લહેરની બેઠકમાં સૂચના આપી

ગુજરાત સરકાર એકબાજુ 100 ટકા રસીકરણના ટાર્ગેટની જાહેરાતો કરી રહી છે. બીજી બાજુ રસીની અછતના કારણે અનેક શહેરોમાં અંધાધૂંધી જેવો માહોલ ઉભો થઇ રહ્યો છે. આ સંજોગોમાં રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આજે તમામ કલેક્ટર અને ડીડીઓની બેઠક બોલાવી હતી. જેમાં રસીની અછત દૂર કરવાના આદેશો કરતા અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.

ત્રીજી લહેરને પહોંચી વળવા વેક્સિનેશન પર ધ્યાન
ગુજરાત સરકાર દ્વારા વેક્સિનેશન 100%એ પહોંચાડવા આદેશ તો આપી દેવાયો હતો. પરંતુ પૂરતી સંખ્યામાં ડોઝનો જથ્થો નહીં મળવાને કારણે આ લક્ષ્યાંક કેવી રીતે હાંસલ કરવો તે અંગેની મૂંઝવણ પણ નવા કલેક્ટરો અને ડીડીઓ સહિતના અધિકારીઓમાં જોવા મળી હતી. આ બેઠકમાં કોરોનાની ત્રીજી લહેર અંગે સરકારે તૈયાર કરેલા એક્શન પ્લાનથી તમામ કલેક્ટર અને ડીડીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી રસીકરણની કામગીરી 100% પૂરી કરવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તેવા આદેશ થયા હતા.

કોરોનાની ત્રીજી લહેર સામે વેક્સિનેશનના ટાર્ગેટ અપાયા
કોરોનાની ત્રીજી લહેર સામે વેક્સિનેશનના ટાર્ગેટ અપાયા

100 ટકા વેક્સિનેશન માટે અધિકારીઓ મડાગાંઠમાં
એક બાજુ રાજ્યમાં વેક્સિનની અછત સર્જાઈ રહી છે, તો બીજી તરફ રાજ્ય સરકાર 100% રસીકરણનો લક્ષ્યાંક રાખી રહી છે. ત્યારે આ આદેશનું પાલન કેવી રીતે કરવું તેનો મડાગાંઠ પણ અધિકારીઓ સામે સર્જાઈ જવા પામી છે.

કલેક્ટર અને ડીડીઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના ટાર્ગેટને પગલે મૂંઝવણામાં છે
કલેક્ટર અને ડીડીઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના ટાર્ગેટને પગલે મૂંઝવણામાં છે
28 જૂન સાંજે પાંચ વાગ્યા સુધીની વેક્સિનેશનની રાજ્યમાં સ્થિતિ
28 જૂન સાંજે પાંચ વાગ્યા સુધીની વેક્સિનેશનની રાજ્યમાં સ્થિતિ
અન્ય સમાચારો પણ છે...