હવે લોલમલોલ નહીં ચાલે:એન્જિનિયરીંગ કોલેજોમાં સુવિધાઓનો અભાવ ચલાવી નહીં લેવાય, GTU 425 કોલેજોમાં ઇન્સ્પેકશન કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ફરજીયાત હાજર રાખવા આદેશ

રાજ્યમાં એન્જીનિયરિંગ કોલેજોમાં સંખ્યા મળતી નથી છતાં મોટા પ્રમાણમાં એન્જીનિયરિંગ કોલેજ ખુલી ગઈ છે. આ કોલજોમાં ક્વોલિટી એજ્યુકેશન જળવાતું નહીં હોવાનું સામે આવી ચૂક્યું છે. પરંતુ એજ્યુકેશન બાબતે કોલેજોમાં ચાલતી આવી લોલમલોલ હવેથી નહી ચાલે. રાજ્યની એન્જીનિયરિંગ કોલેજોમાં પ્રિન્સીપાલથી લઇને સ્ટાફ અને સુવિધાઓનો અભાવ હશે તો હવે નહી ચાલે. GTU દ્વારા શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા રાજયની 425 કોલેજોમાં ઇન્સ્પેકશન હાથ ધરાશે.

કોલેજોની સુવિધાઓની એક્સપર્ટ કમિટી તપાસ કરશે
રાજ્યની ડિગ્રી ડિપ્લોમા એન્જીનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં શૈક્ષણીક કાર્ય સુધરે તે માટે GTU એક્શનમાં આવી છે. GTU શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા રાજયની 425 કોલેજોમાં ઇન્સ્પેકશન હાથ ધરાશે. દરેક કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ફરજીયાત હાજર રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઈન્સ્પેકશન માટે GTU દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. એન્જીનિયરીંગ કોલેજોની સુવિધાઓની એક્સપર્ટ કમિટી તપાસ કરશે. આચાર્ય નહીં હોય તેવી કોલેજોને દંડ ફટકારવામાં આવશે. યોગ્ય સુવિધા ન ધરાવતી કોલેજો સામે એફિલેશન રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે.

અત્યારે 427 માંથી 250 જેટલી કોલેજોનું ઈન્સ્પેકશન થશે
આ અંગે GTUના વાઇસ ચાન્સેલર પ્રો. નવીન શેઠએ જણાવ્યું કે GTU રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે. દર વર્ષે કોલેજો પાસે સેલ્ફ ડિક્લોઝન એટલે કે કોલેજો પોતે જ બધી વિગતો ભરીને આપે છે. પછી અમે તે કોલેજનું ઈન્સ્પેકશન કરતા હોઈએ છીએ. છેલ્લા બે વર્ષથી જ્યાં ઈન્સ્પેકશન થયા નથી. જે કોલેજ એકરીડીયેટેડ નથી ત્યાં સૌથી પહેલા ઈન્સ્પેકશન કરવામાં આવશે. અત્યારે 427 માંથી 250 જેટલી કોલેજોનું ઈન્સ્પેકશન થશે. સેલ્ફ ડિસ્ક્લોઝરમાં જે લખ્યું છે તેનું અમારી ટીમ ત્યાં જઈ વેરીફાય કરશે.

સિનિયર અધ્યાપકો આ કોલેજોમાં વેરિફિકેશન માટે જશે
સિનિયર અધ્યાપકો આ વેરિફિકેશન માટે જશે. ત્યારબાદ તેનો રિપોર્ટ તૈયાર થશે. કે અમારી ડીન કમિટી સમક્ષ મુકવામાં આવશે. રિપોર્ટ અનુસાર જે કઈ ડીન કમીટી સુચવશે તેં અનુસાર અમે પગલાં લઈશું. અમે સૂચના આપી છે કે ઇન્સ્પેકશનના દિવસે તમામ અધ્યાકોને હાજર રહેવા આદેશ કર્યો છે. હાજરી સહિતના ડોક્યુમેન્ટની પૂર્ણ ચકાસણી કરવાં આવશે. તમામ મુદ્દે ચકાસણી કરશે અને ખાસ કરીને જ્યાં આચાર્ય નહીં હોય તેની સામે અમે કડક પગલાં ભરીશું.

અન્ય સમાચારો પણ છે...