અમદાવાદ:હીરાના કારખાનામાં સોશિયલ ડિસ્ટન્સના અભાવનો વીડિયો વાઈરલ, એક ઘંટી પર 4 લોકો કામ કરે છે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • નિકોલમાં એક હીરાની ઘંટીમાં બેની જગ્યા પર ચાર-ચાર કારીગરો કામ કરી રહ્યાં છે
  • તંત્ર દ્વારા લેવાયેલા ઇન્સ્પેકશન પર પણ સવાલો ઉઠી રહ્યા છે

લોકડાઉન-4માં રાજ્ય સરકારે મોટાભાગના વેપાર-ધંધાઓમાં છૂટછાટ આપી છે. જેથી બાપુનગર-નિકોલમાં હીરાના કારખાનાઓ પણ શરૂ થઈ ગયા છે. પરંતુ કેટલાક કારખાનાઓમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો છે. નિકોલમાં લોકડાઉનના નિયમનો ભંગ થયાનો વીડિયો વાઈરલ થયો છે. જેમા એક હીરાની ઘંટીમાં બેની જગ્યા પર ચાર-ચાર કારીગરો કામ કરી રહ્યા હોવાનું દેખાય છે.
નિકોલ વિસ્તાર પણ હોટસ્પોટ બની શકે છે તેવી ચર્ચાઓ
સરકારે કંપનીઓને 30 ટકાના કારીગરો સાથે કામ શરૂ કરવાની મંજૂરી આપી છે. ત્યારે હીરાના કારખાનાની આ સ્થિતિ તંત્રની બે મહિનાની મહેનત પર પાણી ફેરવી દેશે તેવું જણાય છે. બીજીતરફ તંત્ર દ્વારા લેવાયેલા ઇન્સ્પેકશન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જો આ પ્રકારની પરિસ્થિતી રહે તો નિકોલ વિસ્તાર પણ હોટસ્પોટ બની શકે છે તેવી ચર્ચાઓ ફેલાઈ રહી છે. 

અન્ય સમાચારો પણ છે...