તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટી બેદરકારી:ઈન્ટરનેશનલ કક્ષાની SVPમાં સંચાલનનો અભાવ, કોવિડ દર્દીઓને લઈને આવતી 108ને 15 મિનિટથી 1 કલાક રાહ જોવી પડે છે

અમદાવાદ5 મહિનો પહેલા

તહેવારો શરૂ થવાની સાથે જ શહેરમાં ફરી કોરોના કહેર વર્સી રહ્યો છે. જેના કારણે હાલમાં મોટાભાગની કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. અસારવા, સોલા તેમજ એસવીપીમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ આવી રહ્યા છે. ત્યારે એસવીપી હોસ્પિટલની એક બેદરકારી સામે આવી છે. ઇન્ટરનેશનલ કક્ષાની SVPમા સંચાલનનો અભાવ જોવા મળી રહ્યો છે. દર્દીને લઈને આવેલી 108ના એબ્યુલન્સના સ્ટાફને 15 મિનિટથી એક કલાક સુધીના સમય સુધી બેસી રહેવુ પડે છે.

108 ના COOએ જણાવ્યું કે, રાજ્યની કોઇ પણ હોસ્પિટલમા દર્દીને 108માં હોસ્પિટલ સુધી પહોચાડ્યા બાદ બીજો કોલ લેવા માટેનો કુલ સમય 6થી 10 મિનિટ જેટલો છે. ત્યારે જો SVP હોસ્પિટલમાં આ સમય 15 મિનિટથી એક કલાક સુધીનો રહે તો અન્ય દર્દીને સારવાર માટે પણ રાહ જોવી પડે છે.

આ અંગે SVP હોસ્પિટલના COOએ કહ્યું હતું કે અમારા માટે એટ હોસ્પિટલ જે ટાઈમ છે એ ખૂબજ ક્રિટિકલ છે. તેનું મોનિટરિંગ સીએમ ડેશબોર્ડ દ્વારા સીએમ નિવાસ સ્થાનેથી સીધું જ કરવામાં આવે છે. અને સમગ્ર રાજ્યની હોસ્પિટલોનું ઘનિષ્ઠ મોનિટરિંગ અમે કરીએ છીએ. તે ઉપરાંત દરેક વિહિકલમાં GPSનું ફિટીંગ કરવામાં આવ્યું છે.અને એ જોતાં અમદાવાદનો અમારો જે એવરેજ હોસ્પિટલ ટાઈમ છે એ 10થી12 મિનિટનો જ છે. જે SVPમાં કેટલાક દિવસોથી વધ્યો છે. જેના કારણે એમ્બ્યુલન્સ ઘણી વખત એક કલાક સુધી રોકાયેલી હોય અને તેના કારણે વિલંબ થયો હોય તેવું અમારા ધ્યાને આવેલું છે.

કોવિડ માટે અલાયદી વ્યવસ્થા
પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય દિવસ સામે દિવાળીમાં કેસ વધુ હોવાથી વધી એમ્બ્યુલન્સ કામે લગાવીશું. ફિલ્ડના તમામ સ્ટાફ ફિલ્ડમાં રહેશે. કોલ સેન્ટરમાં ડોક્ટર રાખીશું જેથી કોલ ફ્લોને પહોંચી શકાય. આ વર્ષે કોરોના કેસ ઘટી રહ્યા છે. પ્રતિદિન 800 કેસ હેન્ડલ કરવામાં આવતા હાલ 450 જેટલી રહેવા પામી છે. જે ઘટે તેવી શક્યતા છે. કોવિડને લઈને અલાયદી વ્યવસ્થા કરી આપી છે. ફટાકડા ફોડવાથી શ્વાસ લેવાવાળાને અન્ય લોકોને અસર થાય છે. અને જે લોકો ધ્યાન નથી રાખતા તેથી દિવાળીમાં 5 ટકા. પછી 18 અને પછી 25 ટકા કેસ વધી શકે છે. તેવી શક્યતાને આધારે વ્યવસ્થા કરાઈ છે.

રાજ્યમાં હાલ 631 એમ્બ્યુલન્સ કાર્યરત છે
108 ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું કે, દિવાળીના તહેવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા 13 વર્ષના ડેટાનો અભ્યાસ કરી આયોજન કર્યું છે. 631 જેટલી એમ્બુલન્સ કાર્યરત છે. તમામ ટીમને અગાઉથી તૈયાર કરી આયોજન કરાયું છે. તહેવારમાં રાજ્યમાં 7 દિવસમાં ગેરેજ, કેટલીક હોસ્પિટલ, ખાનગી ક્લિનિક બંધ હોય તો અગાઉથી વ્હિકલ અને દવાના જથ્થાનું આયોજન કરાયું છે. મોટી હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવ્યું છે. આ વર્ષે સામાન્ય દિવસો કરતાં દિવાળીથી લઈને ભાઇબીજ સુધી દિવાળીના તહેવારો દરમિયાન વિવિધ પ્રકારની ઇમરજન્સીમાં 5થી 25 ટકાનો વધારો થવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો