તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ગાઇડલાઇનને અભાવે ખેડૂતો સહાયથી વંચિત રહી શકે છે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાક નુકસાનીના સરવેની પદ્ધતિ સામે સવાલ
  • નુકસાન થયું છે તેવા ખેડૂતોનો સરવે હજુ થયો નથી

રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનની સહાય એસડીઆરએફના ધોરણે ચૂકવવાની રાજ્ય સરકારે કરેલી જાહેરાત બાદ હાલ નુકસાનીનો સરવે ચાલી રહ્યો છે જેની પદ્ધતિ સામે જ ખેડૂત સંગઠનો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કોઇ ચોક્કસ ગાઇડલાઇન નહીં હોવાથી અને માપદંડ અલગ અલગ હોવાથી નુકસાન થયું છે તેવા ખેડૂતો પણ સહાયથી વંચિત રહેવાની આશંકા સંગઠનોએ વ્યક્ત કરી છે.

ખેડૂત એકતા મંચના સાગર રબારીએ કહ્યું કે અમે સરવે અંગે રાજ્યભરના ખેડૂતોના પ્રતિભાવો મેળવ્યા છે. જે મુજબ અનેક ગામડા એવા છે જ્યાં નુકસાન થયું હોય તેવા ખેડૂતો સરવેની ટીમ આવે તેની રાહ જોઇ રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ઘણા વિસ્તારમાં સરવે કરાય ત્યાં ઉપરછલ્લું નીરિક્ષણ કરીને જ નુકસાની નક્કી કરાય છે તેથી એવા ખેડૂતો વળતરથી વંચિત રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...