તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અન્યાય સામે અવાજ:હોમગાર્ડ-GRD સહિતના નોકરિયાત અને કામદારોને પ્રાથમિક સુવિધાઓ સાથે ન્યાય આપવાની લેબર એમ્પ્લોઈ યુનિયનની માંગ

અમદાવાદએક મહિનો પહેલા
અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદન આપીને રજૂઆત કરી

કોરોનાકાળમાં રાજ્યના નોકરિયાત અને કામદારોએ સેવા આપી તે બદલ તેમને રાજ્ય સરકાર દ્વારા રોજગાર તેમજ પ્રાથમિક સુવિધાઓ સાથે ન્યાય આપવાની ઓલ ઇન્ડિયા લેબર એમ્પ્લોઈ યુનિયન દ્વારા માંગણી કરવામાં આવી છે. યુનિયનના આગેવાનો સહિતના કાર્યકરોએ અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદન આપીને રજૂઆત કરી હતી.

હોમગાર્ડ અને જીઆરડીને આર્થિક સહાય, વેતન સમયસર મળી રહ્યા નથી
હોમગાર્ડ અને જીઆરડીને આર્થિક સહાય, વેતન સમયસર મળી રહ્યા નથી

ઓલ ઇન્ડિયા લેબર એમ્પ્લોઈ યુનિયનના પરાશર રાવલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં ડોકટર, નર્સ સહિતના સ્ટાફે ઓવર લોડ કામ કર્યું છે, તેમ છતાં કેટલીક સગવડો મળી રહી નથી. આ ઉપરાંત GRD અને હોમ ગાર્ડ જવાન પણ પોલીસની સાથે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમને આર્થિક સહાય, વેતન સમયસર મળી રહ્યું નથી. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સહિતના અનેક મુદ્દાઓ પર જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.તમામ લોકોને લાભ અને સહાય મળી રહે તે માટે માંગણી કરવામાં આવી છે.