ઉત્સવની ઉજવણી:અમદાવાદમાં મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં લાભ પાંચમની ઉજવણી કરાઈ, હરિભક્તોએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાભ પાંચમની ઉજવણી કરાઈ - Divya Bhaskar
લાભ પાંચમની ઉજવણી કરાઈ
  • કામ, ક્રોધ, લોભ, મોહ, માયાને તિલાંજલિ આપીએ: આચાર્ય જિતેન્દ્રિપ્રિયદાસજી

લાભ પાંચમના દિવસને લેખની પાંચમ, જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી અને લાભ પાંચમ જેવા ઘણા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમ વિક્રમ સંવતના કારતક માસના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ 5 ના દિવસે મનાવવામા આવે છે. આજના દિવસની એક એક ક્ષણ બહુ મહત્વની છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તથા સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં જ્ઞાન પાંચમ લાભ પાંચમની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી.

દેશ પરદેશના હરિભક્તોએ આ અવસરનો લાભ તથા ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો
દેશ પરદેશના હરિભક્તોએ આ અવસરનો લાભ તથા ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો

આચાર્ય જિતેન્દ્રિપ્રિયદાસજી મહારાજે હરિભક્તોને આશિર્વાદ આપ્યા
પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિપ્રિયદાસજી મહારાજે દિવ્ય આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, લૌકિક વ્યવહાર માટે પ્લાન કરીએ છીએ તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્લાન કરવો જોઈએ તથા અવરભાવમાં પરભાવ કરવાનો છે. જગત સંબંધી મનની આસક્તિને ભગવાન સંબંધી જોડવાનું છે. નવા વર્ષનાં શુભ દિવસે સારાં વિચાર સાથે ભગવાનને પ્રાર્થના કરતાં સારું જીવન જીવીએ તથા કામ, ક્રોધ, લોભ, મોહ, માયાને તિલાંજલિ આપી ભગવત્પરાયણ જીવન જીવીએ. દેશ પરદેશના હરિભક્તોએ આ અવસરનો લાભ તથા ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો.

લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે
લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે

લાભ પાંચમે કરેલું કાર્ય આપણને લાભ જ આપે છે
લાભ પાંચમે કરેલું કાર્ય આપણને લાભ જ આપે છે. પણ શેનો લાભ? લાભ એટલે રૂપિયા, ધન દોલત જ નહીં પણ સારું કાર્ય કર્યાનો લાભ. સૌભાગ્યનો મતલબ હોય છે સારું ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો. તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમાં લાભ, સારું ભાગ્ય અને ઉન્નતિ આવે છે. ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મૂહુર્ત જોવાની જરૂર નથી હોતી.

અન્ય સમાચારો પણ છે...