ઉજવણી:અમદાવાદમાં કુમકુમ મંદિર દ્વારા અબજીબાપાની વાતોની 116મી જયંતી ઉજવાઈ, ફૂલોનો શણગાર કરવામાં આવ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય ઋતુને અનુસાર ભગવાનના શણગાર કરવા જોઈએઃ સાધુ પ્રેમવત્સલ દાસજી

અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા અબજીબાપાની વાતોની 116મી જયંતી અને કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની છઠ્ઠી અંતર્ધાન તિથિની ઉજવણી કરવામાં આવી હતી.આ પસંગે સ્વામિનારાયણ ભગવાન સમક્ષ અબજીબાપાની વાતોના ગ્રંથની 3 x 2 ફૂટની વિશાળ હસ્ત લિખિત પ્રત સંતો દ્વારા ધરાવવામાં આવી હતી. આ પ્રસંગે કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે ધ્યાન, ભજન, કીર્તન, પારાયણ, આરતી,સંતવાણી, સદગુરુ સ્વામીના ચરણોમાં પુષ્પાંજલિ,આદિ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

પારાયણ કરે છે તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,મોટાપુરુષના શબ્દોરૂપી અમૃતવાણી એક ફૂલમાં આખા બગીચાની ખુશ્બુ અને સૌંદર્ય બક્ષે છે. અબજીબાપાની વાતોની જે એક વખત પણ પારાયણ કરે છે તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે અને અંતકાળે સ્વામિનારાયણ ભગવાન તેને દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે. આવી અદ્ભૂત અબજીબાપાની વાતોનો સહુ કોઈ લાભ લઈ શકે તે માટે સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અવાજમાં રેકોર્ડીંગ કરેલ છે.તે નિત્ય સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે છે. તો આપણે તેનો અવશ્ય લાભ લેવો જોઈએ.

ભગવાનને ફૂલોનો શણગાર સજવામાં આવ્યા.
વૈશાખી પૂનમના દિવસે સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી ફૂલોના શણગાર સજવામાં આવ્યા હતા.કુમકુમ મંદિર ના સાધુ પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું હતું કે, ઉનાળાની ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય એટલા માટે પુષ્પોના શણગાર કરવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે, ત્રણેય ઋતુને અનુસાર ભગવાનના શણગાર કરવા જોઈએ. એ પ્રમાણે ગરમીથી ઠંડક મળે તે માટે ભગવાનને ફૂલોનો શણગાર કરવામાં આવ્યા હતા.