સંતની સૌને અપીલ:અમદાવાદમાં મણિનગર ખાતેના કુમકુમ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોનાથી સાવધાન રહેવા પ્રાર્થના કરાઈ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરનું માસ્ક અવશ્ય પહેરવાનું અભિયાન પ્રશંસનીય છેઃ સાધુ પ્રેમવત્સલદાસજી

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યાં છે. ત્યારે લોકોને કોરોનાથી સાવચેત રહેવા માટે સંતો દ્વારા અપીલ કરવામાં આવી છે. અમદાવાદના મણિનગર ખાતેના કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સત્સંગીઓ અને જનસમાજને અપીલ કરી છે કે કોરોનાના સંક્રમણથી બચવા સાવધાની રાખે અને માસ્ક અવશ્ય પહેરે.તેમણે દિવ્યભાસ્કર દ્વારા ચલાવવામાં આવી રહેલા માસ્ક અભિયાનને પણ પ્રશંસનિય ગણાવ્યું છે.

વડીલો અને બાળકોને રસી અપાવી દેવી જોઈએ
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસની ત્રીજી લહેર હવે આવી ગઈ છે.તેથી સૌએ સાવધાન થવાની અવશ્ય જરૂર છે.હાલ ઓમિક્રોન વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ડોકટરો આપણને ચેતવી રહ્યા છે કે, ડેલ્ટા કરતાં 4 થી 5 ગણો વધુ સ્પીડથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે તો આપણે સાવધાન થઈ જવું જોઈએ અને કોરોનાનું સંક્રમણ આપણી ભૂલોને લઈને ના વધે તે માટે સજાગ થવાનો સમય આવી ગયો છે.તેથી આપણે સાવધાન થઈ જઈએ. માસ્ક અવશ્ય પહેરીએ,સોશિયલ ડીસ્ટન્સ જાળવીએ, વેક્સિનના ડોઝ લેવાના બાકી હોય તો લઈ લઈએ,તમારા બાળકોને પણ વેક્સિન અવશ્ય અપાવી દેવી જોઈએ.

કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી
કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી

જુસ્સા સાથે લડવું એ ગુજરાતના લોહીમાં છે
મંદિરમાં જે હરિભકતો સ્વામિનારાયણ ભગવાના દર્શન કરવા માટે આવતા હોય તેમણે પણ સાવધાની રાખવી,માસ્ક અવશ્ય પહેરવું,કોઈ સંતોને કે હરિભકતોનો સ્પર્શ ના કરવો. સોશિયલ ડીસ્ટન્સ ખાસ જાળવવું. કોરાના વાયરસથી આપણે ડરવાનું નથી, ખુમારી,પુરુષાર્થ અને જુસ્સા સાથે આપત્તિ સામે લડવું એ ગુજરાતની પ્રજાના લોહીમાં રહેલું છે, હાલ કોરોના વાયરસની ઉપાધિ સામે આપણે એકસાથે લડવું જોઈએ, અને આપણે સાથે મળીને લડીશું તો અવશ્ય કોરાનાને હરાવી શકીશું. આ ગુજરાતની ભૂમિ ગાંધીજી,સરદાર વલ્લભાઈ પટેલ અને સ્વામિનારાયણ ભગવાનની કર્મ ભૂમિ છે. તેમણે આપણને આપત્તિઓ સામે ઝઝૂમવાનું અને વિજય મેળવવાનું શીખવ્યું છે. તેથી આપણે સૌ કોરોના વાયરસની ઉપાધિ સામે હતાશ ના થઈએ અને સંપીને એક થઈને તેની સામે લડીશું તો અવશ્ય વિજયી નીવડીશું.