IIM-A લોગો વિવાદ:ચેરપર્સને કહ્યું,'IIM-Aનો લોગો બદલવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત, ભવિષ્યમાં નિર્ણય તો કરાશે'

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનમાં બદલાવાનો હતો લોગો, લોકોની લાગણીને ધ્યાનમાં રાખી નિર્ણય સ્થગિત કરાયો:ચેરપર્સન

IIM અમદાવાદમાં આજે 57મું કોનવોકેશન યોજાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે નાયકાના CEO ફાલ્ગુની નાયર અને ચેરપર્સન કુમાર મંગલમ બિરલા હાજર રહ્યા હતા. આજે 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચરેપર્સને કહ્યું કે, લોગો બદલવાનો નિર્ણય અત્યાર સ્થગિત છે પણ ભવિષ્યમાં નિર્ણય લેવામાં આવશે.

IIMના કોનવોકેશનમાં 584 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. PGP બેચના 387 વિદ્યાર્થી, PHD ના 14 વિદ્યાર્થીને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.PGP 2020-22ના શુભમ ગોયલ,વૈભવ અગ્રવાલ અને નીતિન કુલશ્રેષ્ઠા અને અમિત કુમાર નામના 3 વિદ્યાર્થીઓને ગોળે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.મેડલ એનાયત કર્યા બાદ મુખ્ય અતિથિ ફાલ્ગુની નાયર, ચેરપર્સન કુમાર મંગલમ બિરલા અને ડાયરેકટર એરલ ડિસોઝાએ વિદ્યાર્થીને સંબોધ્યા હતા. IIM અમદાવાદનો લોગો બદલાવને નિર્ણયને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને ચેરપર્સન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે હાલ વિરોધ અને લોકોની લાગણી લોગો સાથે જોડાયેલી છે જેને લઈને જૂન મહિનામાં લોગો બદલવાનો હતો તે નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે પરંતુ ભવિષ્યમાં બોર્ડની મિટિંગમાં ડાયરેકટર એરલ ડિસોઝા સાથે ચર્ચા કરીને લોગો બદલવા અંગે નિર્ણય કરવામાં આવશે.

દિવ્યભાસ્કરના અહેવાલ બાદ IIM-Aની સ્પષ્ટતા
IIM અમદાવાદનો ઈન્ટરનેશનલ લોગો બદલવાને લઇને વિવાદ ઊભો થવાનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં IIM-Aના ફેકલ્ટી કાઉન્સિલની જાણ બહાર ડોમેસ્ટિક લોગો છે તેમાંથી સંસ્કૃત શબ્દો કાઢીને ઇન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો હોવાનો વિવાદ ઊભો થયો છે. જેથી ફેકલ્ટી કાઉન્સિલ તથા IIM-Aના પૂર્વ ડાયરેક્ટરે પણ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે હવે આ મામલે IIM અમદાવાદ તરફથી એક નિવેદન જાહેર કરીને નવા લોગોમાં સંસ્કૃત શબ્દો અને જાળી ન કાઢવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?
IIM-Aનો લોગો છે તેમાં 'વિદ્યાવિનિયોગાદ્વિકાસ' (જ્ઞાન વહેંચવાથી વધે છે) શબ્દ હટાવીને ઈન્ટરનેશનલ લોગો તૈયાર કરવામાં આવ્યો છે. લોગોમાં આ સંસ્કૃત શબ્દ સંસ્કૃતિ દર્શાવે છે અને તેને જ અલગ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ફેકલ્ટી કાઉન્સિલને જાણ બહાર ન નિણર્ય કરવામાં આવ્યો છે, જેથી ફેકલ્ટી દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારની દલીલ સાથે ફેકલ્ટી કાઉન્સિલે લોગો બદલવાના નિર્ણયને પાછો ખેંચવાની માગણી કરી છે.

IIM-Aના પૂર્વ ડાયરેક્ટરે વિરોધ નોંધાવ્યો હતો
IIM-Aના પૂર્વ ડાયરેકટ બકુલ ધોળકીયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારના ડાયરેક્ટરનો નિર્ણય બિલકુલ ખોટો છે, આ નિર્ણય મનસ્વી નિર્ણય છે. 1961થી IIM ના લોગોમાં આ સંસ્કૃત શબ્દ છે. આ શબ્દો સાથે IIM એ અનેક ખ્યાતિ હાંસલ કરી છે. બોર્ડને ડાયરેક્ટરે પ્રપોઝલ આપ્યું ત્યારે ફેકલ્ટી પાસેથી એપ્રૂવલ પણ મેળવ્યું નથી. બોર્ડ દ્વારા આ નિર્ણય પરત ખેંચવો જોઈએ અને IIMનો લોગો જે અગાઉ હતો તે જ ઇન્ટરનેશનલ લોગો માટે રાખવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...