અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીને ચૂંટણી કમિશનરે વિજેતા જાહેર કરી તેમને વિજેતાનું સર્ટિફિકેટ આપ્યાના 3 દિવસ બાદ તેમની પાસેથી સર્ટિફિકેટ પરત લઇ, તેમના બદલે ભાજપના ગીતાબેન ચાવડાને વિજેતા જાહેર કરવાના મામલે ચાલેલા કાનૂની જંગ બાદ સુપ્રિમકોર્ટે આ વોર્ડની પુન: મતગણતરીનો આદેશ આપતાં આજે શનિવારે કુબેરનગર વોર્ડની મતગણતરી ફરીથી થશે. શનિવારે યોજાનારી મતગણતરીમાં પરિણામ લગભગ નિશ્ચિત છે, પરંતુ કાનૂની વિવાદને કારણે સમગ્ર પ્રકરણમાં ઉત્તેજના છે.
કોર્પોરેશનની ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણી બાદ 23મીએ મતગણતરી કરી ઊર્મિલા પરમાર, કામિની ઝા, નિકુલસિંહ તોમર અને જગદીશ મોહનાનીને વિજેતા જાહેર કર્યા હતા. જોકે 26મી ફેબ્રુઆરીએ ચૂંટણી કમિશનરની ટીમ પોલીસ કાફલા સાથે જગદીશ મોહનાનીના ઘરે પહોંચીને તેમની પાસેથી વિજેતાનું સર્ટિફિકેટ પરત લઇ લીધું હતું. સુપ્રિમકોર્ટે કુબેરનગર વોર્ડની મતગણતરી ફરીથી કરવા તંત્રને આદેશ આપતાં ચૂંટણી કમિશનરે 7મી મેએ સવારે 9 વાગે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ફરીથી મતગણતરીનો નિર્ણય લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.