તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ:લોખંડના મશીનો બનાવતી મહિલાની પુરૂષોને રોજગારી, મણિનગરમાં રહેતાં ક્રિના પંચાલે મિક્સીંગ, ક્લિનીંગના લોખંડના મશીન બનાવવાના ક્ષેત્રમાં ઝંપલાવી એવોર્ડ મેળવ્યો

અમદાવાદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક

મિક્સીંગ, ગ્રાઈન્ડિંગ અને ક્લિનીંગ જેવા લોખંડના મશીનો બનાવવાના પુરુષોની મોનોપોલીવાળા ક્ષેત્રમાં પૂર્વની આ વુમને ઝંપલાવ્યું છે અને તેના આ સાહસ અને સ્ટાર્ટઅપ બદલ હમણાં જ વેપાર જગતનો સ્ટાર્ટઅપ એવોર્ડ 2020 તેમને મળ્યો છે.

નરોડા અને હાલ મણિનગરમાં રહેતાં ક્રિના પંચાલે 2018માં માતા વિલાસબેન અને પિતા દિનેશભાઈના નામ પરથી ઓઢવમાં વિલનેસ ઈન્ટરનેશનલની શરૂઆત કરી. જેનું મુખ્યકામ મસાલા, કેમિકલ અને ફાર્મા માટે મશીન બનાવવાનું છે. 26 વર્ષની વયે સ્ટાર્ટ્અપ ઈન્ડિયાની સહાય અંતર્ગત તેમણે આ સાહસ શરૂ કર્યું જે આજે 1 કરોડનું ટર્નઓવર ધરાવે છે. એટલું જ નહીં તે 14 જેટલા પુરુષોને રોજગારી પણ આપે છે.

સક્સેસ મંત્ર

 • જે કામ બહુ ઓછા લોકો પસંદ કરતા હોય તે જ કરો, સફળતાના ચાન્સિંસ વધી જશે.
 • શરૂઆતમાં હાથ ભલે કાળા કરવા પડે પણ પછી તે હાથ જ બીજાને રોજગારી આપશે.
 • ભણતી વખતે જ કોઈકને કોઈક સપનાઓ જોવાનું રાખો, ભવિષ્યમાં સાચા પડશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો