તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:કોટ વિસ્તારમાં જતા નેતાઓનો વિરોધ, મહિલાઓએ MLA ગ્યાસુદ્દીન શેખને ઘેર્યાં, ખેડાવાલાને ફોન કરી પૂછ્યું-કેમ આવતા નથી?

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
સ્થાનિકોના રોષનો ભોગ બનેલા ગ્યાસુદ્દીન શેખ - Divya Bhaskar
સ્થાનિકોના રોષનો ભોગ બનેલા ગ્યાસુદ્દીન શેખ

શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના 2200 જેટલા કેસ આવી ગયા હોવાથી સ્થિતિ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યું છે અને મૃત્યુદર પણ ઉંચો છે. જેને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. હાલ રમજાન માસ ચાલતો હોવાથી સ્થાનિકો અનેક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે, જેને કારણે તેઓ નેતાઓ સામે પણ રોષ વ્યક્ત કરી રહ્યાં છે. તેમજ ફોન કરી કહે છે કે કોઈ ધારાસભ્ય કેમ અમારા વિસ્તારમાં આવતા નથી. આજે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને મહિલાઓએ ઘેરી લીધા હોય તેવો વીડિયો અને ઇમરાન ખેડવાલાને કોઈ વ્યક્તિ ફોન કરીને પોતાના વિસ્તારમાં કેમ નથી આવતા તેવી ઓડીયો ક્લિપ વાઈરલ થઈ છે. 

મહિલા અને પોલીસ વચ્ચે રકઝક થઈ ત્યારે હું ત્યાં હતો અને કોઈએ વીડિયો શૂટ કર્યોઃ ગ્યાસુદ્દીન શેખ
હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા ધારાસભ્ય ગ્યાસુદ્દીનના વીડિયો કેટલીક મહિલાઓ તેમને ઘેરીને ઉશ્કેરાઈને સવાલો કરતી જોવા મળે છે. આ વીડિયો અંગે ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે આ લોકડાઉનમાં કેટલાક લોકો ખોટી રીતે વાત કરી રહ્યા છે, તેમાં કેટલાક લોકો લોકડાઉન ખોલવાની વાત કરે છે. મેં તેમને સમજાવ્યા કે આ તો સરકારનો નિયમ છે અને બધાયે તેનું પાલન કરવું જોઈએ. આ દરમિયાન કોઈ મહિલા અને પોલીસ વચ્ચે રકઝક થઈ ત્યારે હું ત્યાં હતો અને તે સમયે મેં પોલીસને રજુઆત કરવાની વાત કરી હતી. આ સમયે કેટલાક લોકોએ આ વિડિયો ઉતારી લીધો હતો, પરંતુ મેં તમામને નિયમનું પાલન કરવા સમજાવ્યા છે.

ઇમરાન ખેડવાલાને ફોન કરીને કહ્યું અમારા વિસ્તારમાં રાઉન્ડમાં કેમ આવતા નથી?
બીજી તરફ ઇમરાન ખેડાવાલાની ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઈ છે જેમાં એક વ્યક્તિ ઇમરાન ખેડવાલાને અમારા વિસ્તારમાં રાઉન્ડમાં કેમ નથી આવતા તેમ કહે છે તમે અમારા ત્યાં આવો અને લોકોની હાલત જુઓ તમે અમારા ધારાસભ્ય છો તેના જવાબમાં ખેડાવાલા કહે છે કે મને રજા મળી અને ક્વોરન્ટીન પુરું થયા બાદથી જ હું ફિલ્ડ માં આવી ગયો છું અને લોકોની મદદ કરવા લાગી ગયો છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો