તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ ફીવર:મોટેરા સ્ટેડિયમ બહાર પણ વિરાટ 200 રૂપિયામાં, સૌથી વધુ કોહલીની ટી-શર્ટ વેચાઈ, 50 જેટલા ફેરિયાઓ સ્ટેડિયમ બહાર કાર્યરત

અમદાવાદ8 દિવસ પહેલા
મોટેરા સ્ટેડિયમની બહાર 50 જેટલા ફેરિયાઓ ટી શર્ટ, ટોપી વગેરે જેવી અનેક વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે, કોહલી અને રોહિતની ટી-શર્ટો હોટ ફેવરિટ
 • પોતાના મનપસંદ ક્રિકેટરોની પ્રિન્ટ વાળી ટી શર્ટ અને ટોપી ખરીદવા માટે લોકોની ભારે ભીડ ઉમટી
 • 200 રૂપિયામાં વિરાટ કોહલીની ટી શર્ટ અને 100 રૂમાં ટોપી વેચાઈ
 • ફેરિયાઓ ટેસ્ટ સિરીઝમાં અંદાજે 10 હજાર ટી શર્ટો અને 2 હજાર જેટલી ટોપીઓ વેચશે

ભારતમાં ક્રિકેટનો ક્રેઝ અલગ જ ચરમસીમાએ પહોંચેલો છે. તેવામાં મેચ રમીને માત્ર ક્રિકેટર જ નહિં પરંતુ ખેલાડીઓને લગતી સામગ્રીઓ વેચીને પણ વેપારીઓ લાખો રૂપિયાનો ધંધો કરે છે. 24 ફેબ્રુઆરીએ ઇન્ડીયા-ઇંગ્લેન્ડની મેચ રમાવવા જઈ રહી છે અને મોટેરા સ્ટેડિયમમાં પણ આ પ્રથમ મેચ હશે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચની અંદર પોતાના મનપસંદ ક્રિકેટરોના પણ લોકો ટી શર્ટ, ટોપી વગેરે જેવી અનેક વસ્તુઓની ખરીદી કરતા હોય છે. તો કેટલાક ફેન ટેટૂ બનાવીને પોતાના ફેવરિટ ખેલાડી અને ટીમને સપોર્ટ કરતા હોય છે. ત્યારે અત્યારે મેચનો માહોલ જામતા મોટેરા સ્ટેડીયમની બહાર પણ મોટી સંખ્યામાં ટી શર્ટ અને ટોપીનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં સૌથી વધારે વિરાટ લખેલી ટી શર્ટનું વેચાણ થયું હતું.

ટી-શર્ટ અંદાજે 200 રૂ. સુધીમાં અને 100 રૂ.માં ટોપી વેચાઈ
ટી-શર્ટ અંદાજે 200 રૂ. સુધીમાં અને 100 રૂ.માં ટોપી વેચાઈ

રૂ 200માં ટી-શર્ટ અને 100રૂ.માં ટોપી વેચાઈ
મેચની ઓફ્લાઈન ટિકિટ લેવા માટે તો લોકોએ પડાપડી કરી જ હતી, પરંતુ તેની સાથે ક્રિકેટરોની પ્રિન્ટ વાળી ટી શર્ટ અને ટોપી ખરીદવા માટે પણ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. મેચનું આયોજન થતા જ અહીંયા 50 જેટલા ફેરિયાઓ સ્ટેડિયમ બહાર વેચાણ કરવા અર્થે પહોંચી ગયા હતા. જેમાં લોકોએ સૌથી વધારે વિરાટ કોહલીની ટી શર્ટ ખરીદવાનું પસંદ કર્યું હતું. આ ટી-શર્ટ અંદાજે 200 રૂપિયા સુધીમાં વેચાઇ હતી. તેની સાથે 100 રૂપિયાના કિંમતની ટોપીનું પણ મોટી સંખ્યામાં વેચાણ થવા પામ્યું હતું. આ તમામ ફેરિયાઓ કોલકાતા, દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરથી આવ્યા હતા.

ફેરિયાઓ ટેસ્ટ સિરીઝમાં અંદાજે તેઓ 10 હજાર જેટલી ટી શર્ટો અને 2000 જેટલી ટોપી વેચશે
ફેરિયાઓ ટેસ્ટ સિરીઝમાં અંદાજે તેઓ 10 હજાર જેટલી ટી શર્ટો અને 2000 જેટલી ટોપી વેચશે

સ્ટેડિયમની બહાર વેચાણ માટે 50થી વધુ ફેરિયાઓ હાજર
કોલકાતાથી આવેલા ફેરિયાએ જણાવ્યું હતું કે, તેઓ અનેક વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વખતની ટેસ્ટ દરમિયાન તેમણે વિરાટના નામ વાળી અને સફેદ કલરની ટી શર્ટ વધુ વેચી છે. તેની સાથો સાથ રોહિતની પણ ટી શર્ટો ઘણા સારા પ્રમાણમાં વેચાઇ હતી. લોકોએ ટી-શર્ટની સાથે ગોળ ટોપીઓ વધારે પ્રમાણમાં ખરીદી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ટેસ્ટ સિરીઝમાં અંદાજે તેઓ 10 હજાર જેટલી ટી શર્ટો અને 2000 જેટલી ટોપી વેચશે. અત્યારે 50થી વધુ ફેરિયાઓ સ્ટેડિયમની બહાર વેચાણ કરી રહ્યા છે જે મેચ પૂરી થશે ત્યાં સુધી અહીંયા રોકાઈને પોતાનો સામાન વેચશે.

મેચની પૂર્વ તૈયારીના હેતુથી ક્રિકેટ પ્રેમીઓએ ભારતને સપોર્ટ કરવા માટે ટી-શર્ટ ખરીદ્યા
મેચની પૂર્વ તૈયારીના હેતુથી ક્રિકેટ પ્રેમીઓએ ભારતને સપોર્ટ કરવા માટે ટી-શર્ટ ખરીદ્યા

હું મોટેરામાં ટી-ટ્વેન્ટી મેચ જોવા માટે ઉત્સાહી છુંઃ પ્રાચી, સ્થાનિક
ભારતીય ટીમ 2 ટેસ્ટ અને પાંચ T-20 મેચ અમદાવાદ ખાતે રમશે અને 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે. તેથી સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ પ્રસરી જવા પામ્યો છે. અહીંયા ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે વિવિધ ટી-શર્ટ અને ટોપીની ખરીદી કરવા આવેલા ક્રિકેટ ફેન પ્રાચીએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોટેરા વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, અને આમાં મેચ જોવાનો લાહવો તેમને મળવા જઈ રહ્યો છે જેનો તેમને ગર્વ છે. તેઓ એહીંયા T-20 મેચ જોવા માટે આવવાના છે, જેની પૂર્વ તૈયારીના હેતુથી પ્રાચીએ ભારતને સપોર્ટ કરવા માટે એક ટી-શર્ટ પણ ખરીદ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો