તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબંધોમાં છેતરપિંડી:'તને કિસ કરતા નથી આવડતી' સગાઈ બાદ યુવતી સાથે શારીરિક બળજબરી કરી અમદાવાદનો યુવક રૂપિયો-નાળિયેર ઘર પાસે ફેંકી ગયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • યુવતી સાથે જે થયું એ કોઈને ન કહેવા યુવકે રૂપિયાની ઓફર કરી હતી
  • સગાઈ તૂટ્યા બાદ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં રહેતી અને સારા પરિવારમાંથી આવતી યુવતીની સગાઈ તેના પિતાએ સરકારી કર્મચારી સાથે કરાવી હતી. યુવતીની સગાઈ બાદ યુવક તેને ફરવા લઈ જતો હતો, પણ તે યુવતીને કહેતો, 'તને કિસ કરતા નથી આવડતી' અને યુવતી સાથે શારીરિક બળજબરી કરતો હતો. આ બધાની વચ્ચે યુવકે અચાનક યુવતી સાથે સગાઈ તોડી નાખવા માટે રૂપિયો અને નાળિયેર યુવતીના ઘર પાસે ફેંકી દીધાં હતાં અને સગાઈ તૂટી ગઈ એમ કહેવા લાગ્યો હતો. આ અંગે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લાડકી દીકરી માટે સારા પાત્રની શોધમાં હતો પરિવાર
શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી દિયા (નામ બદલ્યું છે) પોતાના પરિવારની સૌથી લાડકી દીકરી છે. દિયા માટે પરિવાર સારા પાત્રની શોધમાં હતો. જે માટે સમાજના ગ્રુપમાં તેના બાયોડેટા મૂકવામાં આવ્યો હતો. આ જોઈને તેમના પરિચિત દિયા માટે રાજીવ (નામ બદલ્યું છે )નું માગું લઈને આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

દીકરી માટે સરકારી નોકરી કરતો યુવક પસંદ કર્યો
રાજીવનાં માતા-પિતા ન હતાં અને કોઈ વધારે માહિતી ન હોવાથી દિયાના પિતાએ ના પાડી દીધી હતી. પણ રાજીવ સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં નોકરી કરતો હોવાથી એક વખત તેને મળવા તેના ઘરે દિયાના પિતાને આગ્રહ કરવા માંડ્યો હતો. દિયાના પિતા રાજીવના ઘરે ગયા અને આખરે બન્નેની સગાઈ નક્કી થઈ અને વાત આગળ વધી હતી.

સગાઈનું નારિયેળ ઘર પાસે ફેંકી યુવકે સંબંધો તોડી નાખ્યા
દિયા અને રાજીવ સગાઈ બાદ ગાંધીનગર અને બીજી જગ્યાએ જતાં હતાં. રાજીવ દિયાને કિસ કરતો હતો અને કહેતો કે તને કિસ કરતા જ નથી આવડતી અને અનેક વખત રાજીવ દિયા સાથે આ પ્રકારનું વર્તન કરતો હતો. સગાઈ થઈ હોવાથી અને બંનેના લગ્ન થવાના છે એમ માનીને દિયા ચૂપ રહી પણ એક દિવસ રાજીવ દિયાના ઘરે પહોંચ્યો અને સગાઈનું નાળિયેર ત્યાં નાખી દીધું અને સમાજમાં કહેવામાં આવ્યું કે રાજીવ અને દિયાની સગાઈ તૂટી ગઈ છે. આ અંગે હજી દિયાના પરિવારને જાણ નહોતી. રાજીવ અનેક વખત દિયાના પરિવારને બધું ભૂલી જવા માટે રૂપિયાની ઓફર કરતો હતો. આખરે દિયાએ પોતાની સાથે બનેલી સમગ્ર વાત લોકો સમક્ષ લાવવા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.