વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને બીભત્સ લખાણ લખી ધમકી આપી હતી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ મામલે આજે કીર્તિ પટેલની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપી ફરાર છે.
કર્ણાવતી ક્લબ સામેની મારામારીમાં મહિલાએ ફરિયાદ નોંધાવી
બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં કોમલ પંચાલ નામની મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હતો.
ફરિયાદી સાથે સેટેલાઈટના કેસમાં સમાધાન કરવા હેરાન કરાતી
કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી. જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે, અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી, ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી અને આજે કીર્તિ પટેલની ધરપકડ કરી છે, જ્યારે ભરત ભરવાડ ફરાર છે, જેની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.