તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેયર તમારું માસ્ક ક્યાં?:અમદાવાદના મેયર કિરીટ પરમારે મેડિકલના ઉદ્ધાટનમાં માસ્કના નિયમનો ઉલાળ્યો કર્યો, પોલીસે પણ મેયર સાથે ફોટા પડાવ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માસ્ક વિના દેખાતા મેયર કિરીટ પરમાર અને તેમની ડાબી બાજુમાં પી.આઈ જે.વી.રાઠોડ - Divya Bhaskar
માસ્ક વિના દેખાતા મેયર કિરીટ પરમાર અને તેમની ડાબી બાજુમાં પી.આઈ જે.વી.રાઠોડ
  • નરોડામાં મેડિકલ શોપના ઉદ્ધાટન માટે મેયર કિરીટ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
  • મેયર માસ્ક પહેર્યા વિના જ ફોટો સેશન કરાવતા જોવા મળ્યા હતા.

કોરોનાકાળમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અત્યારે સૌથી વધુ જરૂરી છે ત્યારે આ નિયમ ખાલી પ્રજાજનો માટે જ લાગુ પડતો હોય એવું લાગી રહ્યું છે. નેતાઓને કોઈ નિયમ લાગુ પડતા નથી. ત્યારે શહેરના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમારે ખુદ જ નિયમ તોડ્યો છે. નરોડા વિસ્તારમાં મેડિકલ સ્ટોરના ઉદ્ઘાટનમાં માસ્ક પહેર્યું નહોતું અને મેયર માસ્ક વગર ફોટો સેશન માટે ઉભા રહી ગયા હતા. મેયરની બાજુમાં રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ જેવી રાઠોડ પણ માસ્ક વિના ફોટો ખેંચાવવા ઉભા રહી ગયા હતા.

મેયર માસ્કના નિયમનો ઉલાળ્યો કર્યો
પોલીસ અને કોર્પોરેશન માસ્ક વગરના કેટલા લોકોની સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે, ત્યારે શું માસ્કનો કાયદો મેયર ને નથી લાગુ પડતો? એ પણ એક સવાલ થાય છે. ત્યારે બીજી તરફ લોકો પાસે થી માસ્કનો દંડ લેતી પોલીસ પણ મેયર સાથે ફોટો પડવાતી નજરે પડી રહી છે. જેમાં નરોડા પોલીસ સ્ટેશનના પી.આઈ પી.બી ખંભાલા, નિકોલ પોલીસ સ્ટેશનના પી.આઈ વી.ડી ઝાલા, કૃષ્ણનગરના પી.આઈ અમર સંગ અને રખિયાલ પોલીસ સ્ટેશનના પી.આઈ જે. વી રાઠોડ પણ ત્યાં પણ હાજર હતા. માસ્ક વગરના મેયર પાસેથી શુ દંડ વસુલાશે? નેતાઓ પણ કોરોનામાં ભાન ભૂલી ગયા છે અનેક ફંક્શનોમાં માસ્ક વગર નેતા જોવા મળ્યા છે.

મેયર સાથે ફોટો પડાવતા પોલીસ અધિકારીઓ
મેયર સાથે ફોટો પડાવતા પોલીસ અધિકારીઓ

પોલીસે પણ સાથે ફોટો પડાવ્યો
એક તરફ મ્યુનિસિપલ કમિશનર ત્રીજી લહેરને રોકવા માટે અગમચેતીના ભાગ રૂપે ટીમ બનાવી રહી છે ત્યારે અહીં મેયર ઉદ્ધાટનમાં વ્યસ્ત છે એ પણ વગર માસ્કે. કોરોનાની બીજી લહેર લાવા માટેના જવાબદાર નેતા જ ગણવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત કોરોના કાબુમાં શું આવા લાગ્યો નેતાઓ પોતાના કાર્યક્રમમા વ્યસ્ત થઈ ગયા હોય તેવું આ દ્રશ્યમાં દેખાઈ રહ્યુ છે. બીજી બાજુ પોલીસ સ્ટેશનના પીઆઈઓ પણ મેયરનો સાથ આપીને ફોટો સેશનમાં વ્યસ્ત હોય તેવું દેખાઈ રહ્યુ છે.

શું મેયરને દંડ થશે?
મેયરનો ફોટો સામે આવ્યો બાદ સવાલ થાય છે કે, નાગરિકોને માસ્ક પહેરવાની સલાહ આપનારા મેયરને શું કાયદો લાગુ નથી પડતો? કાર કે દુકાનમાં એકલા બેઠા બેઠેલા વ્યક્તિઓને જો માસ્ક ન પહેર્યું હોય અથવા નાકથી નીચે ઉતરી જાય તો તરત જ દંડ વસૂલનારા કોર્પોરેશનના અધિકારીઓ શું મેયર પાસે દંડ વસુલશે? જોકે આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની, આ પહેલા પણ અન્ય રાજનેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા કરતા જોવા મળ્યા છે. આ પહેલા મંગળવારે પ્રેસ કોન્ફરન્સ પાટીલે માસ્ક વિના જ સંબોધી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરતા માસ્ક ઉતારી દીધું હતું.